ખબર

ગુજરાતી ફિલ્મોનું સુપરસ્ટાર નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયાની પત્નીને મળો, જુઓ તસવીરો

જયારે આપણે ગુજરાતી ફિલ્મોની વાત કરીએ ત્યારે 80ના દાયકાના સુપરસ્ટાર નરેશ કનોડિયા યાદ આવે જ. ત્યારે નરેશ કનોડિયાના પરિવારમાં બીજા બે સુપરસ્ટાર પણ છે, તેમનો દીકરો હિતુ કનોડિયા અને વહુ મોના થીબા.

હિતુ કનોડિયા અને મોના થીબાએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને ગુજરાતી ફિલ્મ જગતમાં સારી સફળતા પણ પ્રાપ્ત કરી છે. આ બંને કલાકારોએ ઓગસ્ટ 2014માં ખૂબ જ સાદાઈથી અમદાવાદની મેટ્રો કોર્ટમાં માત્ર ત્રણ જ વ્યક્તિઓની હાજરીમાં લગ્ન કરી લીધા હતા. લગ્ન પહેલા બંને સાત વર્ષથી સાથે હતા અને આખરે બંને લગ્નના બંધનમાં બંધાયા હતા.

જૂન 2014માં બંનેએ ગાંધીનગરમાં સગાઇ કરી હતી ત્યારે મોનાએ કહ્યું હતું, “હું અને હિતુ સાત વર્ષ પહેલા 2 જૂનના રોજ મળ્યા હતા, જેથી અમે એ જ દિવસે સગાઇ કરવાનું નક્કી કર્યું હતું.” તો ચાલો જાણીએ ગુજરાતી સુપરસ્ટાર હિતુ કનોડિયા વિશે…

ગુજરાતી કલાકાર હિતુ કનોડિયા ગુજરાતના ઇડર ક્ષેત્રના ધારાસભ્ય છે અને તેમને દાદા સાહેબ ફાળકે ફાઉન્ડેશન એવૉર્ડ પણ મળ્યો છે. હિતુએ બાળપણથી જ અભિનય જગતમાં પગ મુક્યો હતો. હિતુએ 10 વર્ષની ઉંમરમાં એક ગુજરાતી ફિલ્મમાં બાળકલાકારના રૂપમાં કારકિર્દીની શરૂઆત કરી હતી.

બાળકલાકાર તરીકે તેમણે 16 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. મુખ્ય કલાકાર તરીકે હિતુની પહેલી ગુજરાતી ફિલ્મ ‘મનડાંનો મોર’ વર્ષ 1991માં રજુ થઇ હતી, જે સુપરહિટ રહી હતી. તેઓ અત્યાર સુધીમાં 65થી વધુ ગુજરાતી ફિલ્મમાં મુખ્ય કલાકાર ભૂમિકામાં જોવા મળ્યા છે.

હવે વાત કરીએ ગુજરાતી સુપરસ્ટાર મોના થીબાની…

ગુજરાતી સુપરસ્ટાર મોના થીબા પ્રખ્યાત ફિલ્મ નિર્માતા બાબુભાઇ થીબાની દીકરી છે. બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ ‘પારકી થાપણ’ની પટકથા બાબુભાઇ થીબાએ જ લખી હતી. હિતુ કનોડિયાની જેમ જ મોનાએ પણ બાળપણથી જ અભિનય શરુ કરી દીધો હતો.

તેને પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત વર્ષ 2000થી કરી હતી. ડઝનો ગુજરાતી ફિલ્મોમાં બાળકલાકાર તરીકે ભૂમિકા ભજવી ચુકેલી મોના થીબાએ ભોજપુરી ફિલ્મો સહીત 35થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. તેને ફેશન ડિઝાઈનરનો અભ્યાસ પણ કર્યો છે.

વર્ષ 2015માં ગુજરાતી ફિલ્મ જગતનું આ સુપરસ્ટાર કપલના ઘરે દીકરાનો જન્મ થયો. બંનેએ સાજન તને મારા સમ, વહુરાણી, કંકુ પુરાયા મા અંબાના ચોકમાં જેવા હિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આ સિવાય બંનેએ ગુજરાતી ટીવી શોમાં પણ કામ કર્યું છે.

હાલ આ દંપતી ગાંધીનગર ખાતે કનોડિયા મહેશ-નરશ નામના બંગલોમાં રહે છે, આ બંગલો પાંચ બેડરૂમ હોલ કિચન ધરાવે છે. મોના થિબાના કહેવા પ્રમાણે તેમને પ્રદુષણથી દૂર રહેવું હતું, અને દીકરાના કુદરતના ખોળે ઉછેર કરવો હતો. એ કારણે તેઓ મુંબઈથી અહીં આવીને વસ્યા છે. અને રોજ સાંજે પોતાના દીકરા રાજવીરને કારમાં ફરવા લઇ જાય છે અને બધા જ પ્રાણીઓ અને પક્ષીઓ બતાવે છે.