ઢોલીવુડ મનોરંજન મૂવી રીવ્યુ

સાહેબ ફિલ્મ જોતા પહેલા આ રીવ્યુ જરૂર વાંચજો: એજ્યુકેશન સિસ્ટમની સામે પડતી આ ફિલ્મ એકવાર જોવી જોઈએ!

હાલ સારા ગુજરાતી ફિલ્મોનો દૌર શરુ થયો છે, અને એવા ગુજરાતી ફિલ્મો આવી રહયા છે, જે દર્શકોને ખૂબ જ પસંદ પણ આવી રહયા છે. ગયા અઠવાડિયે આવેલું ફિલ્મ ‘ચાલ જીવી લઈએ’, જે રીતે લોકોને લાબું નહિ પણ સારું જીવવાનો સંદેશ આપે છે એ જ રીતે આ અઠવાડિયે રિલીઝ થયેલી ફિલ્મ ‘સાહેબ’ પણ લોકો સાથે કનેક્ટ થાય છે. આ ફિલ્મ 192 સિનેમાઘરોમાં 648 શો સાથે રિલીઝ થઇ ચુકી છે.

ફિલ્મનું ટ્રેલર જોઈને ઘણા લોકોને કદાચ એવું લાગ્યું હશે કે આ ફિલ્મ હાર્દિક પટેલની જેમ કોઈક નેતા વિશે છે, જે વિદ્યાર્થીઓ સાથે મળીને આંદોલન કરતા કરતા એક નેતા બની જાય છે. પણ ફિલ્મમાં આવું કશું જ નથી.

ફિલ્મની વાત શરુ થાય છે મલ્હાર ઠાકરથી, જે ફિલ્મમાં મલ્હાર નામના કોલેજના વંઠેલ કહી શકાય, એવા છોકરાનું પાત્ર ભજવે છે. જે પરિણામો વિશે જરાક પણ વિચાર્યા વગર કોઈપણ પડકાર સ્વીકારી લે છે. તેના જીવનની આ જ પડકારોની શ્રેણીમાં એક એવો પડકાર ઉમેરાય છે, જયારે તેની દોસ્ત પૂર્વી આત્મહત્યા કરી લે છે. એ પછી એક પછી એક ઘટનાઓ ઘટે છે, જેને કારણે તેના વિચારસરણી સાવ જ બદલાઈ જાય છે. અને ફિલ્મના અંત સુધીમાં તો કોલેજનો વંઠેલ લાગતો છોકરો એક ‘સાહેબ’ તરીકે ઉભરાઈને આગળ આવે છે.

આ ફિલ્મમાં મલ્હારનો અભિનય તેની બીજી બધી ફિલ્મો કરતા જુદો અને વખાણવા લાયક છે, ત્યારે આ ફિલ્મનો ચાર્મ છે, કિંજલ રાજપ્રિયા. મહેકના પાત્રમાં કિંજલ ખૂબ જ સરસ રીતે ફિટ થાય છે, મહેકનું પાત્ર મલ્હારના પાત્રને ખૂબ જ સારી રીતે કોમ્પ્લીમેન્ટ કરે છે.

આ ફિલ્મમાં બે દિગ્ગજ કલાકારો છે, અર્ચન ત્રિવેદી અને નિસર્ગ ત્રિવેદી. ‘સાહેબ’માં આ બંનેનો અભિનય ખૂબ જ પ્રબળ જોવા મળ્યો છે. મુખ્યમંત્રી સાહેબનું પાત્ર ભજવતા અર્ચન ત્રિવેદીની અદાકારી ખૂબ જ પસંદ આવશે. જયારે એવું કહી શકાય કે મલ્હારને ફિલ્મના અંત સુધી સપોર્ટ કરતા સૌમિત્રનું પાત્ર ભજવતા નિસર્ગ ત્રિવેદીના અભિનયની તો શું વાત કરીએ.

આ સિવાય મલ્હારના પિતાનું પાત્ર ભજવ્યું છે પ્રશાંત બારોટે, જેમણે પણ પોતાના પાત્રને ઘણો ન્યાય આપ્યો છે. જયારે પૂર્વીનું પાત્ર શર્વરી જોશીએ ભજવ્યું છે. ફિલ્મમાં શર્વરીનું પાત્ર ખૂબ જ નાનું છે, પણ ફિલ્મમાં જેટલો પણ તેનો રોલ છે તેને ખૂબ જ સુંદરતાથી નિભાવ્યો છે.

એજ્યુકેશન સિસ્ટમની સામે પડતી આ ફિલ્મ ઈન્ટરવલ પહેલા હસાવશે અને થોડી રોમાંચક પણ લાગશે જયારે ઈન્ટરવલ પછી થોડી લાંબી લાગશે. આખી ફિલ્મમાં ક્યાંક ક્યાંક એવા સીન છે જે જોઈને તમારા રૂંવાડા ઉભા થઇ જશે, અને તમારી અંદરનો નાગરિક કે વિદ્યાર્થી કે સરકારી કર્મચારી જાગી ઉઠશે.

ફિલ્મનું સંગીત સારું છે, ફિલ્મમાં ઈમોશન છે, પ્રેમ છે, ટ્વીસ્ટ પણ છે, એટલે જોવા જઈએ તો આ ફિલ્મ એક સારું પેકેજ સાબિત થાય છે. ફિલ્મનું ગીત એક છોકરો એક છોકરી ખૂબ જ સુંદર છે, અને આ સોન્ગમાં રોમાન્સ પણ જોવા મળે છે. ત્યારે ગીત ‘વીરો આયો રે’ તો પહેલાથી લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યું છે. પરંતુ આ ફિલ્મમાં ક્યાંક ક્યાંક તમે કદાચ ડિસ્કનેક્ટ પણ થઇ જશો. જો કે આ ફિલ્મ એક વાર જોવી જોઈએ. કારણકે આ ફિલ્મના દરેક પાત્રનો પોતાનો અલગ જ વટ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks