બ્રાઝિલની 80% ગાયોમાં દોડી રહ્યું છે આ ગુજરાતી સાંઢનું લોહી, રસપ્રદ માહિતી
આપણા દેશમાં ગાયને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તો આપણે ત્યાં જ નહિ પરંતુ બ્રાઝિલમાં પણ ગાયોની સારી માવજત કરવામાં આવે છે, પરંતુ તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે બ્રાઝિલની 80 ટકા જેટલી ગાયોનો પિતા આપણા ગુજરાતનો સાંઢ છે, તેમનામાં ગુજરાતના આ એક જ સાંઢનું લોહી વહી રહ્યું છે.

બ્રાઝીલ અને ભારત વચ્ચેના આ સંબંધના તાર ગુજરાત સાથે જોડાયેલા છે. અને તેનો પાયો 50ના દશકમાં નખાયો હતો. જયારે ભાવનગરના મહારાજાએ બ્રાઝિલના એક ખેડૂતને એક સાંઢ ભેટમાં આપ્યો હતો.
આ સાંઢના કારણે બ્રાઝિલના ગાયોની જાતિની વધારવામાં ઘણી જ મદદ મળી. આજે બ્રાઝિલની અંદર ગુજરાતની ગીર જાતિની ગાયો ઘણી જ મોટી સંખ્યામાં છે.

હાલના સમયમાં બ્રાઝિલના એક પ્રાંતના પરાણામાં ઇલ્હાબેલા નામની ગાયની ડેરી ફાર્મમાં ખાસ સંભાળ લેવામાં આવી રહી છે. માત્ર એટલા માટે નહીં કે તે માતા બનવા જઈ રહી છે, પરંતુ એટલા માટે કે તે આ ફાર્મની છેલ્લી ગાય છે જેનો ભારત સાથે સંબંધ છે. ઇલ્હાબેલા એ બળદની વંશજ છે જેના કારણે ગુજરાતની ગીર ગાય બ્રાઝિલમાં પ્રખ્યાત થઈ હતી અને જેના કારણે અહીં ગાયની જાતિ સુધરી છે.

બ્રાઝિલના ખેડૂત ગુઈલહર્મ સૈકટીમ જણાવે છે કે: “જ્યારે મારા દાદાએ કૃષ્ણ નામના આ બળદનો ફોટો જોયો, ત્યારે તે તેમને ખુબ જ પસંદ આવ્યો હતો. ત્યારે તે એક નાનો વાછરડો હતો. એ સમયે તે ભાવનગરના મહારાજા પાસે હતો. મારા દાદા તેને બ્રાઝિલ લઈ આવ્યા.”
જોવા જઈએ તો ગુઈલહર્મ સૈકટીમના દાદા સેલ્સો ગાર્સિયા સિડ અને ભાવનગરના મહારાજાની મિત્રતાની પણ કે વાર્તા છે. સેલ્સો ગાર્સિયા સિડને ભાવનગરના મહારાજાએ કૃષ્ણાને ભેટમાં આપ્યો હતો. કૃષ્ણના નવા માલિક તેને ખૂબ જ ચાહતા હતા. એટલું બધું કે જ્યારે તે વર્ષ 1961માં એનું મૃત્યુ થયું, ત્યારે તેમને તેનું એક પૂતળું બનાવી લીધું.

હવે તેમના પૌત્રોનું કહેવું છે કે, કૃષ્ણા નામના આ ગુજરાતી ગીર બળદનું લોહી બ્રાઝીલની લગભગ 80 ટકા ગાયની રંગોમાં વહે છે. માત્ર આ ખેતરમાં જ નહિ પરંતુ અહિયાંથી બહાર પણ આ ગાયોની બોલબાલા છે.

ગીરની મદદથી હવે બ્રાઝિલમાં દૂધનો ધંધો વધી રહ્યો છે. મીનાસ ગીરાસના આ ડેરી ફાર્મની આશરે 1,200 ગાયો તેનું ઉદાહરણ છે. આમાંથી કેટલીક ગાયોની કિંમત 9 લાખ રૂપિયા છે અને તે એક દિવસમાં લગભગ 60 લિટર દૂધ આપે છે. તેમાંથી કેટલીક 20 વર્ષ સુધી દૂધ આપે છે.
વ્યવસાયે પશુચિકિત્સક લુઇસ ફર્નાન્ડો કહે છે, “ગાયની આ જાતિમાં કંઇક જાદુ છે. આ સારી ગાય છે. તેઓ જલ્દી બીમાર નથી થતી અને તેમની ઉંમર પણ લાંબી હોય છે.”

વર્ષો પહેલા ગુજરાતમાંથી લાવવામાં આવેલી ગાયોની દુનિયાના આ ભાગની અંદર પૂજા કરવામાં આવી રહી છે. તેનું એક કારણ એ છે કે, આ ગાયોની મદદથી દેશની આર્થિક સમૃદ્ધિ થઇ છે અને લોકોની ભૂખ સંતોષાઈ છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.