Ketan Shah Robbed And Killed : છેલ્લા ઘણા સમયથી ગુજરાતીઓ કે ભારતીયોની હત્યા કે તેમની સાથે લૂંટના મામલા સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં મેક્સિકોમાંથી ગુજરાતની મોટી ફાર્મા કંપની ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સના કર્મચારીની હત્યાની ઘટના સામે આવી છે. ગુજરાતના રહેવાસી કેતન શાહ ટોરેન્ટ ફાર્મા સાથે જોડાયેલા હતા. કેતન શાહની મેક્સિકોમાં કેટલાક લૂંટારાઓએ ગોળી મારીને હત્યા કરી દીધી, અને આ પહેલા લૂંટારૂઓએ 10,000 ડોલરની લૂંટ ચલાવી હતી.
વધુ એક ગુજરાતીની વિદેશમાં હત્યા
કેતન શાહ મે 2019થી મેક્સિકો સિટીમાં કંપની માટે કામ કરી રહ્યા હતા. મેક્સિકોમાં ભારતીય દૂતાવાસે આ ઘટનાની નોંધ લીધી છે. દૂતાવાસ આ મામલે દોષિતોને પકડવા એજન્સીઓના સંપર્કમાં છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, 38 વર્ષીય કેતન શાહ અમદાવાદ સ્થિત ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સની પેટાકંપની લેબોરેટરીઓ ટોરેન્ટ એસએ ડી સીવીમાં મુખ્ય એક્ઝિક્યુટિવ હતા.
ગોળી માર્યા પહેલા ચલાવી લૂંટ
તેઓ 2019થી મેક્સિકોમાં ફાઇનાન્સ ડિરેક્ટરની જવાબદારી નિભાવી રહ્યા હતા. ગયા અઠવાડિયે, હુમલાખોરોએ મેક્સિકો સિટીમાં તેમને નિશાન બનાવ્યા અને તેમની પાસેથી $10,000 (આશરે રૂ. 8.3 લાખ) લૂંટી લીધા. કેતન શાહના પરિવારમાં તેમની પત્ની અને બે બાળકો છે.
ભારતીય દૂતાવાસે બહાર પાડ્યુ નિવેદન
મેક્સિકોમાં ભારતીય દૂતાવાસે એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં કહેવાયુ છે કે મેક્સિકો સિટીમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારવામાં આવેલા ભારતીય નાગરિકના અત્યંત ખેદજનક અને દુઃખદ મૃત્યુના સંબંધમાં, દૂતાવાસ કાયદા અમલીકરણ એજન્સીઓના સતત સંપર્કમાં છે.
In an interview with news channel @nmas ,Ambassador Pankaj Sharma condemned recent heinous murder of an Indian national in🇲🇽& assured the Indian community of steps being taken by Embassy with law enforcement agencies to apprehend the criminals &provide justice to family of victim pic.twitter.com/DdC3RBwLxV
— India in México (@IndEmbMexico) August 21, 2023
$10,000ની ચલાવી લૂંટ
આ ઘટના ત્યારે બની જ્યારે શાહ એરપોર્ટ પર ફોરેન એક્સચેન્જ સેન્ટરમાંથી $10,000 ઉપાડીને ઘરે પરત ફરી રહ્યા હતા. બાઇક પર સવાર બે હુમલાખોરો તેમના વાહનની પાછળ આવ્યા અને ગોળીબાર કર્યો. આ હુમલામાં તેમના પિતા ઈજાગ્રસ્ત થયા હતા પરંતુ હવે તેઓ સ્થિર હોવાનું કહેવાય છે.