હવે ફાઈનલી સ્વેટર કાઢી લેજો! ગુજરાતમાં પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની યલો ઍલર્ટ સાથે કોલ્ડવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ઠંડી સૌથી વધારે ધ્રૂજાવશે

શિયાળાની ઋતુ ધીરે ધીરે જામી રહી છે ત્યારે છેલ્લા બેથી ત્રણ દિવસથી ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન ઘટવાને કારણે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાનનો પારો 13 ડિગ્રી રહેવાની સાથે સાથે ઠંડા અને સૂકા પવન ફૂંકાતા કાતિલ ઠંડી વર્તાઈ હતી. આ ઉપરાંત દિવસે પણ પવનની ગતિ સામાન્યથી વિશેષ રહેતા લોકોએ સામાન્ય ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે અંગેની માહિતી આપી છે.

 

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ હતી. આ સાથે આવતી કાલ માટે એટલે કે શુક્રવારે પણ રાજકોટમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાવાની એલર્ટ આપવામાં આવી છે. રાજકોટમાં યલો વોર્નિંગ સાથે કોલ્ડવેવની વોર્નિંગ આપવામાં આવી છે. કોલ્ડવેવ અંગે તેમણે કહ્યું કે, હાલ રાજકોટમાં ઉત્તરીય હવા વધારે છે. જેના કારણે ત્યાં કોલ્ડવેવની સ્થિતિ બની છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે ગુજરાતમાં નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. નલિયામાં 7.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જે સામાન્ય તાપમાન કરતાં ત્રણ ડિગ્રી જેટલું નીચું છે. આ સાથે ડીસામાં 10.5 તાપમાન નોંધાયું છે. આ સાથે ભુજ, કંડલા, પોરબંદર, કેશોદમાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, અમરેલીમાં 12 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 13 ડિગ્રી, ગાંધીનગર અને વડોદરામાં 13.2 ડિગ્રી, સુરતમાં 15.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. તો આગામી 24 કલાકમાં અમદાવાદમાં તાપમાનનો પારો 14 ડિગ્રી સુધી જવાની શક્યતા છે.

Twinkle