ખબર

ભુપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય: લગ્નમાં ફક્ત આટલા જ લોકોને મંજૂરી, જલ્દી વાંચી લેજો

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કમિટીની મિટિંગમાં હાલમાં જ એક મોટો નિર્ણય લેવાઈ ગયો છે. આ નવો નિયમ આવતીકાલે મતલબ તારીખ 12 મી જાન્યુઆરીથી અમલમાં મુકાશે. તારીખ 22 મી જાન્યુઆરી 2022 ના સવારે 06:00 વાગ્યા સુધી અમલમાં અમલમાં રહેશે. કોર કમિટી મિટિંગમાં લેવાયેલા આ નિર્ણય પ્રમાણે રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ,ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 લોકોનીમર્યાદા રહેશે.

બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતા ના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યામાં યોજી શકાશે. રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. આવા લગ્ન સમારોહ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાના રહેશે. રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે જારી કરવામાં આવેલી ગૃહ વિભાગની માર્ગદર્શિકા ની અન્ય બાબતો આગામી 22 જાન્યુઆરી 2022 ના સવારે 06:00 સુધી અમલમાં રહેશે ગૃહવિભાગ નું જાહેરનામું આપના સંદર્ભ માટે સાથે રાખેલ છે.

કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય મુજબ રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવાં કે જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા રહેશે. બંધ સ્થળોએ યોજાતા આવાં સમારોહમાં જગ્યાની ક્ષમતાનાં 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યામાં યોજી શકાશે.

આપણા રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 7476 ન્યુ કોવિડ કેસ નોંધાયા છે. સારા સમાચાર એ છે કે 2704 દર્દી સાજા થયા છે. હાલ 37238 એક્ટિવ કેસ છે, જેમાંથી 34 દર્દી વેન્ટીલેટર પર છે અને 37204 દર્દી સ્ટેબલ છે. આજે કુલ 3 દર્દીનું નિધન થયું છે. અત્યાર સુધીમાં 828406 દર્દી સાજા થઇ ચૂક્યા છે. તો કુલ 10132 દર્દીના મોત થઇ ચૂક્યા છે. રાજ્યનો રીકવરી રેટ દિવસેને દિવસે ઘટી રહ્યો છે, હાલ 94.59 ટકા પર પહોંચ્યો છે. આજરોજ 330074 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અમદાવાદ સીટી 2861, સુરત સીટી 1988, વડોદરા સીટી 551, રાજકોટ સીટી 244, વલસાડ 189, ભાવનગર શહેર 136, સુરત 136, ગાંધીનગર શહેર 135, કચ્છ ૧૨૧, મહેસાણા 108 કોરોનાના કેસ નોંધાયા છે.