ગુજરાતમાં લોકડાઉનને લઈને આવ્યા સૌથી સારા સમાચાર, હવેથી તમામ બજારો…

0

ગુજરાતમાં ફરી એકવાર કોવિડ દર્દીનો પોઝિટિવનો આંક 400ને પાર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં આપણા રાજ્યમાં ન્યુ 412 કેસ નોંધાયા છે. અને 27 લોકોનાં મૃત્યુ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 621 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં કોરોના દર્દીઓનો કુલ પોઝિટિવ આંક 16356 થયો છે. જ્યારે રાજ્યમાં મોતનો કુલ આંક 1007 થયો છે. અને રાજ્યમાં કુલ ડિસ્ચાર્જનો આંક 9230 થયો છે.

Image Source

આજના ન્યુ કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 284, સુરત 55, વડોદરા 28, પાટનગર ગાંધીનગર 12, અરવલ્લી 6, બનાસકાંઠા-રાજકોટ-પંચમહાલ-સાબરકાંઠા 3-3, આણંદ-પાટણ-જામનગર-છોટા ઉદેપુરમાં 1-1, ભાવનગર-મહીસાગર-કચ્છ-પોરબંદર-અમરેલીમાં એક એક કેસ અને અન્ય રાજ્યમાં 2 કેસ નોંધાયા હતા.

આખા ભારતમાં લોકડાઉન 4.0 આવતી કાલે એટલે કે 31 મેના રોજ પુર્ણ થઇ રહ્યું છે. તેને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, લોકડાઉન 5.0 માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા અનલોક 1 નામ આપવામાં આવ્યું છે. આપણે ગુજરાતમાં સુરત અને અમદાવાદ સિવાય મોટે ભાગે છુટછાટ આપી હતી. હવે અનલોક 1માં વધારે છુટછાટ તરફ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર આગળ વધી રહ્યા છે.

સરકારે જણાવ્યું કે હવેથી રાત્રે 7 વાગ્યે જે કર્ફ્યું લાગતો હતો તે હવે રાત્રે 9 PM થી સવારે 5 AM સુધી કર્ફ્યું રહેશે. દરેક દુકાનો બપોરે 4 વાગ્યે બંધ કરાતી હતી તે હવે સાંજે 7 વાગ્યે બંધ કરી દેવાની રહેશે. ઓડ ઇવન સિસ્ટમ બંધ કરવામાં આવે છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવીને બજારની તમામ દુકાનો અને ઓફીસો ખોલવા માટેની મંજૂરી આપવામાં આવે છે.

ગુજરાતમાં કન્ટેઈન્મેન્ટ ઝોનમાં ફક્ત જરૂરી ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં

લોકો સરળતાથી આવજા કરી શકે એના માટે ગુજરાતમાં ST ચાલશે (60 % બેઠક)

બાઈકમાં પરિવારના સભ્ય સાથે 2 માણસને સવારીની છૂટ, પરંતુ માસ્ક ફરજીયાત રહેશે

રેસ્ટોરન્ટો, ધાર્મિક સ્થળો, શોપિંગ મોલ બધા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટની ગાઈડલાઈન્સ પ્રમાણે 8 જૂન પહેલા શરૂ થશે નહીં

કન્ટેઈન્મેન્ટ ઝોન સિવાયના બધા જ વિસ્તારમાં સવારે 8 વાગ્યા થી સાંજે 7 વાગ્યા સુધી વેપાર-ધંધો ચાલુ રાખી શકાશે

વધુમાં જણાવ્યું કે રીક્ષા ચાલકો માટે પણ સારા સમાચાર છે. અમદાવાદ-સુરત સહિત સમગ્ર રાજ્યમાં રીક્ષા ચલાવવા પર છૂટ આપવામાં આવી છે. ડ્રાયવર સહિત 2 પેસેન્જરને બેસાડી શકાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

આટલા મહિનાના લોકડાઉનના લાંબા સમય બાદ અમદાવાદમાં AMTS બસો સહિત સીટી બસો દોડશે. શરત એ છે કે આ તમામ બસોમાં 50 ટકા મુસાફરોની ક્ષમતા સાથે જ દોડાવવામાં આવશે.

વધુમાં CM વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આ સમગ્ર છૂટની સાથે સાથે દો ગજ કી દુરી એટલે કે Social Distance નું પૂરું પાલન કરવાનું રહેશે. સાથે સાથે કામની જગ્યાઓ ઉપર પાણીથી હાથ ધોવા સહિતની તમામ વ્યવસ્થા જેતે ઓફિસકે વર્કિંગ માલિકોએ વ્યવસ્થાનું ધ્યાન રાખવાનું રહેશે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.