ખબર હેલ્થ

તો શું કોરોના બેકાબુ થયો તો ગુજરાતની પ્રજાને ‘હર્ડ ઈમ્યુનિટી’ના ભરોસે છોડી? રોગપ્રતિકારક શક્તિને લઈને આવ્યા સમાચાર

કોરોના વાયરસના સંક્રમણને વધુ ફેલાવાથી અટકાવવા માટે દેશમાં 2 મહિનાથી લોકડાઉન ચાલી રહ્યું છે છતાં પણ કોરોના વાયરસના કેસ વધતા જ જાય છે. રાજ્ય સરકાર દ્વારા ઓર હવે ભગવાન ભરોસે અને હાર્ડ ઇમ્યુનીટી પર છોડી દીધું છે. છેલ્લા 2 મહિનાથી દેશમાં લોકડાઉનને કારણે અર્થતંત્ર પર મોટી અસર પડી છે.સરકારે પણ વિશ્વના અન્ય દેશોની જેમ હાર્ડ ઇમ્યુનિટીના ભરોસે છોડી પ્રજાને કામે લગાડી દેવાની શરૂઆત કરી છે. નિષ્ણાંતોનું માનવું છે કે હજુ વેક્સીન બનવામાં એકથી દોઢ વર્ષનો સમય વધુ લાગી શકે છે. ત્યારે તેઓ એમ પણ માની રહયા છે કે કોરોના વાયરસની બીમારીની કાબુમાં લેવા માટે હર્ડ ઈમ્યુનિટી એકમાત્ર ઉપાય છે.

Image source

દેશમાં નિષ્ણાંતોનું માનવું છે કે, અત્યાર સુધી જે નીતિઓ બનાવાઈ છે તેનાથી હર્ડ ઈમ્યુનિટી દ્વારા કેટલાક સપ્તાહ કે મહિનાઓમાં કોરોના ગાયબ થઈ જશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોના વેક્સિન કે પછી હર્ડ ઈમ્યુનિટીથી કાબૂમાં આવી શકે છે. પરંતુ વેક્સીન હજુ સુધી શોધાઈ નથી અને અનિશ્ચિત સમય લાગી શકે છે અને વેક્સીન મળ્યા બાદ પણ લોકો સુધી પહોંચતા ઘણો સમય વીતી જશે, જયારે બીજો રસ્તો વૈજ્ઞાનિકોને દેખાઈ રહ્યો છે એ છે હર્ડ ઈમ્યુનિટીનો.

Image Source

લોકડાઉન ચાલુ છે ત્યાં સુધી તો લોકો ઘરમાં જ છે પણ ક્યાં સુધી. લોકડાઉનને લીધે લોકો ઘરોમાં કેદ છે પણ જેવા ઘરની બહાર નીકળશે, લોકડાઉન ખતમ થશે, એટલે કોરોનાની ચપેટમાં આવી જશે. તો કોરોનાથી છુપાયા વિના એનો સામનો કરો. જેટલા વધુ લોકો આનાથી સંક્રમિત થશે, માનવ શરીરમાં આનાથી લડવાની તાકાત એટલી જ વધુ પેદા થશે. આને જ હર્ડ ઇમ્યુનીટી કહેવાય.

હર્ડ ઇમ્યુનિટી દ્વારા નિષ્ણાતો કહે છે કે જ્યારે વિશ્વની મોટી વસ્તી કોરોના વાયરસથી સંક્રમિત થઈ જશે, ત્યારે તેમાં પ્રતિકારક ક્ષમતા પણ પેદા થઇ જશે. આ પછી, કોરોના વાયરસ લોકો પર વધારે અસર કરશે નહીં. ઘણા ડોકટરો અને નિષ્ણાતો માને છે કે જો વાયરસના સંક્રમણને ફેલાવા દે તો લોકોની ઇમ્યુનીટી આનાથી લડવા માટે પ્રતિકારક ક્ષમતાનો વિકાસ કરી લેશે.

Image Source

જો કોઈ બીમારી કોઈ સમૂહના મોટા ભાગમાં ફેલાઈ જાય છે, તો પછી મનુષ્યની રોગ પ્રતિકારક ક્ષમતા ચેપગ્રસ્ત લોકોને તે રોગ સામે લડવામાં મદદ કરે છે. જે લોકો આ બીમારી સામે લડ્યા પછી સંપૂર્ણપણે ઠીક થઇ જાય છે તે રોગથી ‘ઇમ્યુન’ થઈ જાય છે, એટલે કે, તેમનામાં રોગપ્રતિકારક ગુણધર્મો વિકસિત થઇ જાય છે.

Image Source

જેમ-જેમ વધુમાં વધુ લોકો ઇમ્યુન થતા જશે, એમ એમ સંક્રમણ ફેલાવાનો ખતરો ઓછો થતો જશે. આનાથી એ લોકોને પણ પરોક્ષ રૂપથી સુરક્ષા મળી જાય છે જે ન તો આનાથી સંક્રમિત થયા કે ન તો આ બીમારી માટે ઇમ્યુન છે. આનાથી શરીરમાં વાયરસ સામે એન્ટિબોડીઝ બનશે. જેને તેમના શરીરમાંથી કાઢીને રસી તૈયાર કરવાનો પ્રયાસ કરી શકાય છે. કારણ કે ફરીથી આ વાયરસ ન તો તેમને સંક્રમિત કરશે કે ન બીજાને. વૈજ્ઞાનિકો કોરોના રસી બનાવવાની આ સૌથી ઝડપી રીત સમજી રહ્યા છે. અન્યથા, વેક્સીન બનાવતા-બનાવતા એટલી વાર ન થાય જાય કે વિશ્વની અડધી વસ્તી કાળના ગર્તમાં સમાઈ જાય.

Image Source

વિશ્વને કોરોના વાયરસથી બચાવવા માટે ઘણા વૈજ્ઞાનિકો હર્ડ ઇમ્યુનીટી અપનાવવાની સલાહ આપી રહયા છે, જેથી આને વધુ ફેલાવાથી રોકી શકાય. એક અનુમાન અનુસાર, કોઈ સમુદાયમાં કોરોના વાયરસ વિરુદ્ધ હર્ડ ઇમ્યુનીટી ત્યારે જ વિકસિત થઇ શકે છે કે જયારે લગભગ 60 ટકા વસ્તીને કોરોના વાયરસ કરી ચુક્યો હોય અને એ એનાથી લડીને ઇમ્યુન થઇ ચુક્યા હોય. ગુજરાત સરકારને પણ રશિયા અને અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટની મહદ અંશે સફળ ગણાવાયેલી હર્ડ ઈમ્યૂનિટીની વ્યૂહરચના જ આખરી અને સહેલો રસ્તો દેખાયો લાગે છે. હર્ડ ઈમ્યૂનિટીનો સહેલો રસ્તો હોવાથી પશ્ચિમના બીજા દેશોએ અપનાવી લીધો જ છે.

આ વાઈરસથી સંક્રમિત લોકો રોગપ્રતિકારક શક્તિના બળે શરીરમાં એન્ટીજન સર્જાય એટલે આપોઆપ આવી વ્યક્તિ ચેપની ચેઈનને તોડે અને આગળ વધતો અટકાવે. પરંતુ જોખમ એ છે કે, જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે અથવા તો અન્ય બીમારી છે કે વૃદ્ધાવસ્થા છે તેમને આ વાઈરસ ભરખી જાય તેનો ભય રહે છે અને મૃત્યુઆંક વધી પણ શકે.

પ્રિન્સ્ટન યુનિવર્સીટીએ કરેલા રિસર્ચ અનુસાર, દેશની 50-59 વર્ષની વયની વસ્તી 8 ટકા છે, અને કોરોનાનો મૃત્યુદર 0.4થી 1 ટકા છે. જો દેશમાં 60 વર્ષ ઓછી વય ધરાવતા લોકોને બહાર જવાની છૂટ આપી દેવામાં આવે તો દેશની 60 ટકા વસ્તી આ વર્ષના અંત સુધીમાં હર્ડ ઈમ્યુનિટી એટલે કે કોરોના સામે લડવાની શક્તિ આપમેળે વિકસાવી લેશે. એટલું જ નહીં, તેનાથી કોરોનાનો ચેપ લાગી જાય તો પણ મૃત્યુઆંક ખૂબ જ ઓછો કરવામાં પણ મદદ મળશે. દેશની 82 ટકા વસ્તી 50 વર્ષથી નીચેની છે, તેવામાં ભારતમાં હર્ડ ઈમ્યુનિટી વિકસાવવા માટેના સૌથી સારા સંજોગો છે.

પરંતુ દેશમાં લોકોને બહાર જવાની છૂટ આપવી પણ એક પડકાર છે, કારણ કે ભારતમાં મોટાભાગે લોકો વડીલો સાથે રહે છે, એટલે એના હલ અંગે એવું કરી શકાય કે પહેલા વડીલો સાથે ન રહેતા હોય એવા પરિવારોને સામાન્ય જીવન શરુ કરવા માટે કહેવું. નોંધનીય છે કે દેશની વસ્તીના 10 ટકા જ લોકો 60 વર્ષથી વધુ વયના છે. બીજું એ પણ કરી શકાય કે વડીલો સાથે રહેતા પરિવારોમાં વડીલો માટે રહેવા માટે અલગ રૂમની વ્યવસ્થા હોય, તો એમને પણ આવરી લેવાય. આમ કરવાથી માત્ર 2-3 મહિનામાં કોરોના સામે લડવા માટે હર્ડ ઈમ્યુનિટી વિકસાવી શકાય.

જો કે, આના ખતરા પણ ઓછા નથી. વધુ લોકો વાયરસની ચપેટમાં આવવાથી દેશના હોસ્પિટલો પર અસર થશે, કોરોનાનો મૃત્યુઆંક વધી શકે, પણ આનાથી લાખો પરિવારોનું જનજીવન સામાન્ય થઇ શકે છે અને તેમને ભૂખમરા અને ગરીબીથી બચાવી શકાય એમ છે. એનાથી દેશનું અર્થતંત્ર પણ ખરાબ પરિસ્થતિમાં જવાથી બચી શકે છે.

 

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.