અમદાવાદમાં ઘર આંગણે રાજા મહારાજાઓની જેમ થયું ગુજરાત ટાઇટન્સની ટીમનું સ્વાગત, દીકરા અગત્સ્યની આંગળી પકડીને ચાલતો જોવા મળ્યો કપ્તાન હાર્દિક પંડ્યા

IPlમાં ગુજરાત ટાઇટન્સે ડંકો વાગડી દીધો છે, મોટી મોટી ટીમોને પણ મ્હાત આપીને હવે ગુજરાતની ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ વર્ષે આઇપીએલની ફાઇનલ મેચ રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવાની છે. ત્યારે પ્લેઓફમાં રાજસ્થાનને હરાવ્યા બાદ ગુજરાતની ટીમ પોતાના ઘર આંગણે એટલે કે અમદાવાદમાં આવી પહોંચી છે.

ગુજરાતની ટીમ અમદાવાદમાં આવતા જ તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જેની ઘણી બધી તસવીરો પણ સામે આવી રહી છે. અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સની ટીમ હોટલ હયાતમાં રોકાવવાની છે. જ્યાં ટીમના ખેલાડીઓ સાથે તેમનો પરિવાર પણ હાજર છે. તસ્વીરોમાં તે જોઈ શકાય છે.

ગુજરાત ટાઇટન્સની ટીમ હયાતમાં પહોંચી ત્યારે તેમની ઉપર ફૂલોનો વરસાદ કર્યો હતો. તસ્વીરોમાં જોવા મળી રહ્યું છે કે ટીમના કપ્તાન હાર્દિક પંડ્યા સાથે તેની પત્ની નતાશા અને દીકરો અગત્સ્ય પણ જોવા મળી રહ્યો છે. આ સાથે જ અન્ય ક્રિકેટરો પણ તેમના પરિવાર સાથે જોવા મળે છે અને સૌના ચહેરા ઉપર ખુશી છલકાઈ રહી છે.

તમને જાણવી દઈએ કે IPL 2022ની પ્રથમ ક્વોલિફાયર મેચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ગુજરાતે 7 વિકેટે જીત મેળવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ગુજરાતે ફાઇનલમાં જગ્યા બનાવીને એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમ ડેબ્યૂ સિઝનમાં IPLની ફાઈનલમાં જગ્યા બનાવનારી ત્રીજી ટીમ બની ગઈ છે. ગુજરાત પહેલા માત્ર બે ટીમો આ સિદ્ધિ મેળવી શકી છે.

પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને પ્રથમ ક્વોલિફાયરમાં 188 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 19.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ગુજરાત તરફથી ડેવિડ મિલરે તોફાની ઇનિંગ રમી હતી. તેણે 38 બોલમાં 5 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી અણનમ 68 રન બનાવ્યા હતા. જ્યારે હાર્દિક પંડ્યાએ અણનમ 40 રન બનાવ્યા હતા. આ રીતે ગુજરાતે આ મેચ 7 વિકેટે જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

IPLની ડેબ્યૂ સિઝનની ફાઈનલમાં સ્થાન બનાવીને ગુજરાત ટાઇટન્સે એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. IPLની ડેબ્યૂ સિઝનમાં ફાઇનલમાં પહોંચનારી ગુજરાત ત્રીજી ટીમ બની છે. ગુજરાત પહેલા રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમો આ અજાયબી કરી ચુકી છે. ચેન્નાઈ અને રાજસ્થાન IPL 2008 ની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ઉલ્લેખનીય છે કે, IPL 2022ની ફાઇનલમાં પહોંચનારી ગુજરાત પણ પ્રથમ ટીમ હતી.

 

View this post on Instagram

 

A post shared by Gujarat Titans (@gujarat_titans)

તેણે 14 લીગ મેચોમાંથી 10 મેચ જીતી અને 4માં હારનો સામનો કરવો પડ્યો.તો હાલ જ એક નવો વિડીયો ગુજરાત ટાઇટન્સએ પોસ્ટ કરી લખ્યું હતું કે ફાઈનલમાં.. અને #RR 🙌 સામે આ બધું કેવી રીતે રમ્યું તેનાથી ટાઇટન્સ ઉત્સાહિત છે..ક્વોલિફાયરમાં તે શાનદાર ચેઝ પછીના કેટલાક વિશિષ્ટ ડ્રેસિંગ રૂમના દ્રશ્યો અહીં છે. રવિવારે ફાઇનલ મેચ છે અને તમામ ક્રિકેટ પ્રેમી ઉત્સાહી છે ગુજરાતીઓમાં પણ સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Niraj Patel