ખબર

વિશ્વાસ નહિ આવે કે આ રાજ્યે ગુજરાતને કોરોના બાબતે ટક્કર મારી, હવે ગુજરાત 3 નંબર પર

દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 70 હજારને પાર કરી ગઈ છે, છેલ્લા ચોવીસ કલાકમાં 3722 નવા દર્દીઓ સામે આવ્યા છે, તો 134 લોકોની મોત થઇ છે. આની સાથે જ દેશમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 2549 સુધી પહોંચી ગઈ છે. કોરોનાથી અત્યાર સુધીમાં થયેલા મૃત્યુમાં લગભગ 84 ટકા મોત, પાંચ રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં થઇ છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજુ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 82,052 પર પહોંચી ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં 19.47 લાખ કરવામાં આવી ચુક્યા છે. જેમાંથી લગભગ ચાર ટકા પોઝીટીવ નીકળ્યા છે.

Image Source

સૌથી વધારે મૃત્યુ મહારાષ્ટ્રમાં 975 નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં ત્યાં 54 લોકોના મૃત્યુ થયા છે, જયારે બીજા નંબર પર ગુજરાત છે, જ્યાં અત્યાર સુધીમાં 566 મોત થઇ ચુકી છે, જેમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં 29 મોત થયા છે. આ ઉપરાંત મધ્યપ્રદેશમાં 232, પશ્ચિમ બંગાળમાં 207, રાજસ્થાનમાં 121 અને દિલ્હીમાં 106 લોકોના મોત નોંધાયા છે. આમ એકલા આ છ રાજ્યોમાં 2207 લોકોનાં મોત થયા છે, જે કુલ મૃત્યુનાં 88 ટકા છે.

દેશના લગભગ 75 ટકા કોરોના દર્દીઓ પણ આ છ રાજ્યોમાં છે. જેમાં મહારાષ્ટ્રમાં 25922, ગુજરાતમાં 9,592, તામિલનાડુમાં 9,674, દિલ્હીમાં 7998, રાજસ્થાનમાં 4328 અને મધ્યપ્રદેશમાં 4173 દર્દીઓ છે. આ છ રાજ્યોમાં કુલ 60915 કોરોના દર્દીઓ છે. આ બધા વચ્ચે સારી વાત એ છે કે અત્યાર સુધીમાં દેશભરમાં 24386 દર્દીઓ સાજા થયા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.