ગુજરાતમાં વરસાદનો કહેર અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગતરોજથી ભારે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. આ સાથે આગામી સાત દિવસ રાજ્યમાં અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાવામાં આવી છે. એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થવાથી મધ્ય-દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે.
આજે એટલે કે 3 સપ્ટેમ્બરે ભરૂચ અને સુરતમાં ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ અને અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટા, ઉદેપુરમાં જુદા જુદા સ્થળોએ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આવતી કાલે એટલે કે 4 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ અને મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, ડાંગના જુદા જુદા સ્થળોએ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
5 સપ્ટેમ્બરે કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. 6 સપ્ટેમ્બરે ભારે વરસાદમાં ઘટાડો થશે. નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 7 સપ્ટેમ્બરે નવસારી, દમણ દાદરા નગર હવેલી અને વલસાડમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની યલો એલર્ટ જારી કરવામાં આવ્યુ છે.
જણાવી દઇએ કે, સાંજે 4થી 6 વાગ્યા સુધી બે કલાકમાં નરોડામાં 2.87 ઇંચ, ઓઢવમાં 1.65 ઇંચ, કોતરપુરમાં 1.63 ઇંચ, મણિનગરમાં 1.52 ઇંચ, નિકોલમાં 1.46 ઇંચ, વિરાટનગરમાં 1.22 ઇંચ, વટવામાં 1.18 ઇંચ, ચકુડીયામાં 091 ઇંચ, મેમ્કોમાં 0.89 ઇંચ, રામોલમાં 0.75 ઇંચ, દાણાપીઠમાં 0.71 ઇંચ, ચાંદખેડામાં 0.41 ઇંચ વરસાદ નોંધાયો હતો.