ખબર

કોવિડ 19 ની લડાઈમાં ગુજરાતને મળી મોટી સફળતા, CM રૂપાણીએ કર્યુ એલાન

હાલ કોરોનાએ સમગ્ર વિશ્વમાં ભરડો લીધો છે. કોરોનના ઈલાજ અને રસી શોધવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. આ વચ્ચે ગુજરાત માટે એક આશાનું કિરણ જાગ્યું છે.

Image Source

કોરોનાને જેવી મહામારીને નાથવા માટે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરને મહત્વની કડી મળી છે. GBRCને કોવિડ-19 વાયરસના જનીન સિકવન્સ મળી આવ્યાં છે. કોરોનાના 100 જેટલા જનીન સિકવન્સ મળતા એક આશાનું કિરણ જાગ્યું છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુદ ટ્વીટ કરીને માહિતી આપી છે.

Image source

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એ ટ્વીટમાં લખ્યું છે કે જિનોમ સિકવન્સિંગથી કોરોનાની દવા કે રસી શોધવામાં મદદ મળી શકે છે. આ સાથે જ રૂપાણીએ કહ્યું ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર પર ગર્વ છે.

એક તરફ જયારે કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો છે. ત્યારે ગુજરાતને કોરોના સામે મોટી સફળતા મળી છે. ગુજરાત સરકારની બાયો ટેકનોલોજી રિસર્ચ સેન્ટરે કોરોનાનું વંશસુત્ર શોધી લીધું છે. અને તેનું જીનોમ સિકવન્સ શોધી લેવાયું છે. કોરોનાના રંગસૂત્ર એટલે કે જીનોમ સિકવન્સથી કોરોના વાયરસની દવા, રસી અને આડ અસર સહિતની બાબતો શોધળી સરળ બની રહેશે.

Image Source

જણાવી દઈએ કે, જે વિસ્તારમાં કેસ વધારે હતા તે વિસ્તારોમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. મોટાભાગના સેમ્પલ અમદાવાદમાંથી લીધા હતા, જ્યાં રાજ્યના સૌથી વધારે કેસ અને મૃત્યુદર નોંધાયો છે. રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા, સુરત અને સાબરકાંઠા જેવી જગ્યાઓનો પણ સમાવેશ કર્યો હતો.

Image Source

જણાવી દઈએ કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના જણાવ્યા અનુસાર 70 વેકસીનનું પ્રિ-ક્લીનિકલ પરીક્ષણ અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે અને ઓછામાં ઓછી ત્રણ પ્રયોગશાળામાં સફળ થવા પર માનવીય ચિકિત્સકીય પરીક્ષણની મંજૂરી મળી ચૂકી છે.

Image Source

ભારતમાં ઝાયડસ કેડીલા બે વેક્સિન પર, સીરમ ઇન્સ્ટીટયૂટ, બાયોલોજિકલ ઇ. ભારત બાયોટેક, ઇંડિયન ઇમ્યુનોલૉજિકલ્સ અને માઇનવેક્સ એક-એક વેકસીનના પરીક્ષણ પર કામ કરી રહી છે. પરંતુ WHO એ પોતાની યાદીમાં માત્ર ઝાયડસ કેડિલા અને સીરમ ઇન્સ્ટીટયૂટને જ સામેલ કરી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.