...
   

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો

ગુજરાતભરમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે, છેલ્લા 24 કલાકમાં પણ રાજ્યમાં સારો એવો વરસાદ નોંધાયો છે, રાજ્યના 238 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધારે દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં 12 ઈંચ વરસાદ વરસ્યો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 17 તાલુકામાં 4થી9 ઈંચ વરસાદ વરસ્યો, જયારે 62 તાલુકામાં 1થી4 ઈંચ વરસાદ વરસ્યો છે.

દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં સૌથી વધુ 12 ઈંચ જ્યારે કચ્છના અબડાસામાં 11 ઈંચ, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 10.5 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 109 ટકા વરસાદ નોંધાયો છે. જણાવી દઇએ કે, સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણી પાણી થઇ ગયા છે અને અનેક જગ્યાએ લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. વડોદરા, દ્વારકા, જામનગર જેવા કેટલાક જિલ્લાઓમાં તો પૂરની સ્થિતિ ઉભી થઈ છે. ઘણા રસ્તા, બ્રિજ વરસાદને કારણે ધોવાઈ જતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.

Shah Jina