વરસાદને લઇને આવ્યા ખુશીના સમાચાર : રાજયમાં જાણો કયાં અને કયારે પડશે વરસાદ? આગામી દિવસોમાં અહીં પડશે ધોધમાર વરસાદ

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ રહી છે. આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે જેમા ખાસ 24,25 અને 26 તારીખે મોટા ભાગના જિલ્લામાં વરસાદ પડી શકે છે. અમદાવાદમાં રવિવારે ભારે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

છેલ્લા 2-3 દિવસથી અમદાવાદમાં વાદળીયુ વાતાવરણ છે અને અમદાવાદ સહિત રાજ્યનાં 7 શહેરોમાં ગરમીનો પારો 34 ડીગ્રી પાર કરી ગયો હતો. વરસાદ ન પડવાને કારણે ગરમીનું પ્રમાણ એટલે કે બફારો પણ વધ્યો છે. ત્યારે અમદાવાદમાં એક જ દિવસમાં મહત્તમ 2.3 ડીગ્રી તાપમાન વધીને 34.9 ડીગ્રી અને લઘુતમ 1.8 ડીગ્રી તાપમાન વધીને 27.5 ડીગ્રી નોંધાયું હતું.

દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી અને મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો વળી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ રહેશે. 24 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા ઉપરાંત પાટણ, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર, ભરૂચ, ડાંગ, તાપી, જામનગર, મોરબી અને દ્વારકા તેમજ કચ્છ જિલ્લામાં કરવામાં આવી છે.

Shah Jina