...
   

અમદાવાદ સહિત ગુજરાત માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, બે-બે વરસાદી સિસ્ટમ બોલાવશે ભુક્કા…

Source : ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી, બે-બે વરસાદી સિસ્ટમ બોલાવશે બખ્ખા

રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો હોય તેમ લાગી રહ્યુ છે, કેટલીક જગ્યાએ સામાન્ય ઝાપટા પડી રહ્યા છે તો કેટલીક જગ્યાએ તડકો નીકળતા બફારો અનુભવાઇ રહ્યો છે. ત્યારે હાલમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાંથી વરસાદ હજુ ગયો નથી. અંબાલાલે કહ્યુ- બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ચાર દિવસ બાદ 10 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.

ઉત્તર ગુજરાત અને અમદાવાદ માટે અંબાલાલે મોટી આગાહી કરી છે. અંબાલાલે જણાવ્યું, ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી. બે-બે વરસાદી સિસ્ટમ ગુજરાતમાં ભુક્કા બોલાવશે. 20થી30 ઓગસ્ટ સુધી બે વરસાદી સિસ્ટમ બનશે. 20થી25માં અરબ સાગરની સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદ આવશે. ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ કર્ણાટક સુધી વરસાદ લાવશે. લો પ્રેશર બનતા મહારાષ્ટ્રમાં પણ વરસાદ થશે.

આ ઉપરાંત ગુજરાતમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. અંબાલાલે કહ્યું, 25થી30 ઓગસ્ટમાં ફરી એક વરસાદી રાઉન્ડ આવશે. 20થી25માં અરબ સાગરની સિસ્ટમથી વરસાદ પડશે. 25થી30 ઓગસ્ટ દરમિયાન બંગાળ ઉપસાગરની સિસ્ટમની અસર જોવા મળશે. જેને કારણે ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.

23 ઓગસ્ટ બાદ ગુજરાતમાં બખ્ખા બોલાવશે. પર્વત આકારનો મેઘ, જ્યાં ચડે ત્યાં પડે અને જ્યાં પડે ત્યાં ભારે થઈને વરસાદ પડે. અમદાવાદમાં સપ્ટેમ્બરના અંત સુધીમાં 25 ઈંચ સુધીનો વરસાદ થઈ શકે છે. 24 સપ્ટેમ્બર બાદ ભારે વરસાદી ઝાપટા પડશે. ગાંધીનગરમાં હજુ સારો વરસાદ રહેશે.

Shah Jina