...
   

વરસાદને લઇને હવામાન વિભાગની ઘાતક આગાહી, ગુજરાતને ફરી એકવાર ઘમરોળશે વરસાદનો રાઉન્ડ

ઘરની બહાર પગ મુક્ત પહેલા વિચારજો હવે: ગુજરાતને ફરી એકવાર ઘમરોળશે વરસાદનો રાઉન્ડ; જાણો લેટેસ્ટ આગાહી

હવામાન વિભાગ અનુસાર, આ અઠવાડિયે પણ રાજ્યમાં વરસાદી માહોલ જામેલો રહેશે. આવતીકાલે એટલે કે 2 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે સુરત, નવસારી અને વલસાડ સહિતના સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ત્યારબાદ 3 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાઓ તેમજ આણંદ, વડોદરા, ભરૂચ અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. રાજકોટે, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, પંચમહાલ, છોટા ઉદયપુર, તાપી, નવસારી, ડાંગ, સુરત તેમજ વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયુ છે. 4 સપ્ટેમ્બરના રોજ 33 જિલ્લામાંથી 20 જિલ્લામાં ભારે વરસાદને કારણે યલો એલર્ટ જાહેર કરાયુ છે.

અમદાવાદ, ગાંધીનગર સહિત વડોદરા, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, સાબરકાંઠા, ખેડા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, આણંદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 5 સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Shah Jina