ગુજરાતમાં ભર ઉનાળે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી વરસાદની આગાહી, જાણો વિગત

ગુજરાતમાં હાલ ઉનાળો જામ્યો છે. ત્યારે વાતવરણ રોજરોજ વધુને વધુ ગરમ બની રહ્યુ છે એવામાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ નકારી શકાય નહીં. હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે 19 માર્ચ બાદ વાતાવરણમાં પલટો આવી શકે છે. ગીર સોમનાથ, તાપી, નર્મદામાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરવામાં આવી છે.

પ્રતિકાત્મક તસવીર

હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવશે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છમાં બે દિવસની હિટવેવની આગાહી કરવામાં આવી છે.  માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે કારણ કે કમોસમી વરસાદ વરસે તો રવિ પાકને વ્યાપક નુકસાની જવાની ભીતિ છે.

પ્રતિકાત્મક તસવીર

હવામાનવિભાગે આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની પણ આગાહી કરી છે. રાજ્યમાં હવામાન વિભાગે 19-20 માર્ચ ગીર સોમનાથ, તાપી, નર્મદા સહિતના જિલ્લામાં માવઠુ વરસવાની આગાહી કરી છે.

Shah Jina