ખબર

ગુજરાત પોલીસની પ્રસંશનીય કામગીરી, કોઈ સુરાગ વગર પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ગણતરીના દિવસમાં જ ઉકેલવામાં આવ્યો આ મોટો કેસ, જુઓ વીડિયો

પોલીસ હંમેશા લોકોની રક્ષા કરવાનું કામ કરે છે. અડધી રાત્રે પણ જો કોઈને મદદની જરૂર પડે તો પહેલા પોલીસને જ ફોન કરવામાં આવે છે. મહિલાઓની સુરક્ષા માટે પણ પોલીસની મહિલા ટીમ ખાસ કામ કરતી જોવા મળે છે ત્યારે ગુજરાત પોલીસ ઉપર પણ દરેક ગુજરાતીને ગર્વ થાય છે. પરંતુ પોલીસ ફક્ત લોકોનું રક્ષણ કરવાનું કામ જ નથી કરી રહી, આ ઉપરાંત પણ બીજા ઘણા કામ પોલીસ કરી રહી છે. જેની ઝલક અમદાવાદ પોલીસ દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોની અંદર જોવા મળી રહી છે.

ગુજરાત મીડિયા ક્લબ અને ગુજરાત પોલીસ દ્વારા “બિલ્ડીંગ બ્રિજ- નાગરિક કેન્દ્રિત સેવામાં એક નવી સવારની શરૂઆત” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા અને તેમના પણ આ ક્રાયક્રમમાં પોલીસની નોકરીમાં રમત કોટાનો સંકેત આપ્યો હતો.

અમદાવાદ પોલીસના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ તથા જોઈન્ટ પોલીસ કમિશનર આઇપીએસ અજય ચૌધરીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત પોલીસની ઉત્કૃષ્ઠ કામગીરીની એક ઝલક બતાવવામાં આવી છે. જેમાં શરૂઆતમાં જોવા મળી રહ્યું છે કે ગુજરાત પોલીસની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં જ એ કેસ સોલ્વ કરી દીધો જેની આખા દેશને જરૂર હતી.

IPS Ajay Choudhary – Joint Police Commissioner Ahmedabad

વીડિયો અનુસાર, “જે તે સમયમાં ઇન્ડિયન મુઝાહિદ્દીન અને સીવીને નવા આતંકી મોડ્યુલે સમગ્ર ભારતમાં બૉમ્બ બ્લાસ્ટ કર્યા હતા. તે સમયે કોઈની પાસે કોઈ સુરાગ નહોતો, ત્યારે ગુજરાત પોલીસની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં જ આ કેસના આતંકીઓની ધરપકડ કરી સંપૂર્ણ આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો.

આજે પોલીસ એટલે ફક્ત અપરાધીઓને પકડતું અને સુરક્ષા આપતું દળ નથી રહ્યું. પરંતુ માનવીય અભિગમ સાથે લોકો માટે નિશ્વાર્થ ભાવથી સેવા કરવા વાળી સંસ્થા બની છે. આગ લાગે તો જીવના જોખમે બચાવે છે લોકોના જીવ. પૂર આવે તો પાણીમાં કૂદીને બચાવે છે લોકોના જીવ.”

 

View this post on Instagram

 

A post shared by Ahmedabad Police (@ahmedabadpolice)

ફક્ત ગુજરાત પોલીસના એટલા જ કામ નથી “વિવિધ કોચિંગ ક્લાસ દ્વારા ગરીબ છોકરાઓને શિક્ષણ આપતી જોઈ છે ગુજરાત પોલીસને. છેલ્લા દોઢ વર્ષમાં આપણે કોરોનાની મહામારીથી લઈને કોરોના વેક્સિનેશન સુધીની એક મોટી જીત જોઈ છે અને એમાં પણ અમદાવાદ પોલીસની કામગીરી અને યોગદાનને આપણે સૌએ જોયું છે.” સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને જનતા પણ ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસની કામગીરીને વખાણી રહી છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત મીડિયા ક્લ્બ અને પોલીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પોલીસને અપરાધોનો સામનો કરવા માટે મીડિયા પાસે સહયોગ માંગ્યો હતો. તેમને નશીલી દવાઓની તસ્કરી વિશે જાણકારી આપવા વાળાને એક ઇનામ નીતિ વિષે પણ વાત કરી અને કહ્યું કે મીડિયા પોલીસ અને સમાજને અપરાધ ઉપર અંકુશ લગાવવામાં ખુબ જ મદદ કરી શકે છે.

ગુજરાતમાં અમદાવાદ મહિલા પોલીસની “SHE” ટીમનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં બે “SHE” ટીમનું નિર્માણ કરવામાં આવ્યું છે. દરેક ટીમમાં 5 મહિલા પોલીસ કર્મચારીઓ અને 2 પુરુષ કર્મચારીઓ હોય છે. જે મહિલાઓને લગતી જાતીય સતામણી, ઘરેલુ હિંસા જેવા ગુન્હાઓને થતા અટકાવવાનું એક ઉત્કૃષ્ઠ કામ કરે છે.