ખબર

BREAKING: આવતીકાલથી આ 3 શહેરોમાં પણ રાત્રી કર્ફ્યૂ- જાણો વિગત

હાલમાં જ ગુજરાતના ડેપ્યુટી સીએમે નીતિન પેટેલે પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી છે. CM ની અધ્યક્ષતામાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. કાલથી વડોદરા, સુરત, અને રાજકોટમાં પણ રાત્રના 9થી સવારના 6 સુધી કર્ફ્યૂ હોવાનું જણાવ્યું છે. ડેપ્યુટી CM નીતિન પટેલે વધુમાં કહ્યું કે છેકે, પ્રજાએ જરાય ભયભીત થવાની જરૂર નથી. આજથી 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે.

Image Source

તેની ચર્ચા કરવામાં આવી છે. તે માટે ગૃહ વિભાગના નોટિફિકેશન તૈયાર કરવાની ચર્ચા કરવામાં આવી છે. હોસ્પિટલમાં બેડો ખાલી નથી તે વાત જૂઠ છે. હોસ્પિટલના 1200 બેડની હોસ્પિટલમાં 971 પેશન્ટ દાખલ છે અને 1200 બેડની હોસ્પિટલમાં હજુ 60 ICU બેડ ખાલી છે. 1200 બેડની હોસ્પિટલમાં નવા 120 બેડ ઉમેરાશે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં 112 દિવસ પછી 20મી તારીખથી 9 PM થી તા. 23મીને સોમવારે સવારે 6 વાગ્યા સુધી 57 કલાકના કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે અને સોમવારથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રોજ કર્ફ્યૂ ચાલુ રહેશે.

અમદાવાદ ઉપરાંત સુરત બરોડા અને રાજકોટમાં પણ શનિવારે રાત્રે 09:00 થી સવારના છ વાગ્યા સુધી રહેશે કરફ્યુ.. બીજો આદેશ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે રાત્રી કરફ્યુ