ખબર

ગુજરાતમાં કોવીડ 19 ના કેસ એક દિવસમાં 390 અને 24 લોકોનાં મર્યા, પરંતુ એક સારા સમાચાર પણ છે

કોવીડ 19 એ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે એવામાં ગુજરાત રાજ્યમાં આજે કુલ 390 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. 13 લોકોનાં મોતનું પ્રાથમિક કારણ કોરોના છે. તો 11 લોકોને અન્ય બીમારીઓ હતી. આપણા રાજ્યમાં કોવીડ ૧૯ ને કારણે એક દિવસમાં 24 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 163 લોકો સ્વસ્થ થઈને ઘરે ગયા છે. આમ ગુજરાતમાં કુલ 1872 લોકોએ કોરોના સામેની જંગ જીત્યા છે. ગુજરાત માટે એક સારા સમાચાર પણ આવ્યા છે કે AIMS ના ડોક્ટર સાથેની એક ટીમ અમદાવાદ આવશે. અને સિવિલ હોસ્પિટલમાં માર્ગદર્શન આપશે. ગુજરાતમાં રિકવરી રેટ 374 ટકા થયો છે.

આજે કોવિદ ૧૯ ના નવા 390 કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 269, વડોદરા-સુરતમાં 25, ગાંધીનગરમાં 9, બનાસકાંઠામાં 8, બોટાદમાં 3, ખેડા-જામનગર-સાબરકાંઠામાં 7, અરવલ્લીમાં 20 અને ભાવનગર-આણંદ-ગીર સોમનાથ- મહીસાગરમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયો છે. AIMS દિલ્હીના ડાયરેકટર ડૉ. રણદીપ ગુલેરીયા અને ડૉ. મનીષ સુનેજા આજે શુક્રવાર રાત્રે અમદાવાદ પહોંચશે. આ તબીબો આવતીકાલ શનિવારે સિવીલ હોસ્પિટલ કેમ્પસની કોવિડ-૧૯ હોસ્પિટલ અને એસ.વી.પી હોસ્પિટલની મૂલાકાત લેશે. આ બન્ને વરિષ્ઠ તબીબો ગુજરાતમાં કોરોનાગ્રસ્તોની સારવાર કરતા તબીબો, ટિમ ને ગાઈડ કરીને તેમજ જ દર્દીઓ સાથે વાતચીત કરીને જરૂરી સલાહ અને માર્ગદર્શન પૂરૂં પાડશે.

ગુજરાતમાં કોવીડ ૧૯ ના કુલ પોઝિટિવ કેસનો આંક 7403 થયો છે. જેમાંથી 26 લોકો વેન્ટિલેટર પર છે. તો 5056 લોકોની પરિસ્થિતિ સ્થિર છે. અને હાલ સુધીમાં 1872 લોકોએ સ્વસ્થ થઈને ઘર ગયા છે. તો કોરોનાને કારણે કુલ 449 લોકોનાં મોત નિપજ્યા છે. આજે કુલ 24 લોકોનાં મોત નિપજ્યા છે. જેમાં એકલાં અમદાવાદમાં જ 22 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે ભાવનગર અને સુરતમાં 1-1 વ્યક્તિનું મોત નિપજ્યું છે.

ભારતમાં કોવીડ 19 અપડેટ

છેલ્લા 24 કલાકમાં નવા 3343 કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના 59,694 કેસ નોંધાયા

39,820 એક્ટિવ કેસ : 17,885 દર્દીઓ રિકવર થયા : વધુ 96 લોકોના મોત સાથે મૃત્યુઆંક 1985 એ પહોંચ્યો

સૌથી વધુ મહારાષ્ટ્ર રાજ્યમાં નવા 1089 કેસ અને તામિલનાડુમાં વધુ 600 કેસ નોંધાયા

દેશભરમાં કોરોનાનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે અને રોજના કેટલાય લોકો આ વાયરસના કારણે સંક્રમિત થઈને આવી રહ્યા છે ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયે દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવાની નીતિઓમાં ફેરફાર કર્યો છે. કોરોના સંક્રમિત જે દર્દીમાં નજીવા, થોડા પ્રમાણમાં, અથવ તો સંક્ર્મણ અગાઉના લક્ષણ છે તેને ડેવિડ કેર ફેસીલિટીમાં દાખલ કરવામાં આવશે, તેમના શરીરનું તાપમાં અને ઓક્સિજનના સ્તરની નિયમિતપણે તપાસ કરવામાં આવશે, અને આવા દર્દીને 10 દિવસ બાદ રજા આપી દેવામાં આવશે, દર્દીને ડિસ્ચાર્જ કરતી વખતે કોરોનાનો ટેસ્ટ કરવો જરૂરી નહિ હો અને ઘરે ગયા બાદ દરિદને 7 દિવસ આઇસોલેશનમાં રહેવું પડશે. સ્નર 14મા દિવસે દર્દીનું ટેલી કોન્ફરન્સ દ્વારા ફોલોઅપ કરવામાં આવશે.

Image Source

સામાન્ય લક્ષણો વાળા દર્દીઓને ઓક્સિજન બેડવાળા કોવિદ હેલ્થ સેન્ટરમાં દાખલ કરવામાં આવશે, શરીરનું તાપમાન અને ઓક્સિજનની નિયમિત પણે તપાસ કરવામાં આવશે, જો કોરોના સંક્રમિત દર્દીનો તાવ 3 દિવસમાં ઉતરી જાય છે, અને ત્યારપછી દર્દીને 4 દિવસ ઓકિસજન સેચ્યુરેશન લેવલ 95 ટકાથી વધારે રહે છે તો તેને 10 દિવસ બાદ રજા આપી શકાય છે. પરંતુ આ દરમિયાન દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પાડવી જોઈએ નહીં.

Image Source

જો કોરોના સન્મક્રમિત દર્દીનો તાવ 3 દિવસમાં નથી ઉતરો તો એવા દર્દીને તે જ્યાં સુધી સંપૂર્ણ સ્વસ્થ ના થઇ જાય ત્યાં સુધી રજા આપવામાં આશે નહીં.  આ દરમિયાન સતત ત્રણ દિવસ સુધી લોહીમાં ઓકિસજન લેવલ પણ જળવાઈ રહેવું જોઈએ.

જે દર્દીઓ બીજી કોઈ ગંભીર બીમારીનો શિકાર થયેલા છે અને તે કોરોનથી પણ ગંભીર રીતે પીડાયેલા છે તો એવા દર્દીઓનો ડિસ્ચાર્જ અગાઉ પણ કોરોના રિપોર્ટ કરવામાં આવશે અને રિપોર્ટ નેગેટિવ આવતા તેમને રજા આપવામાં આવશે.