ખબર

ભારતીય મૂળના કેનેડિયન બિઝનેસમેન હેમંત શાહની ભારત સરકારને એક અપીલ

હેમંત મ શાહ… વિનપેેેગ( કેનેડા) ભારત અને કેનેડા ના business માં જેમને નદી ઉપરના એક સેેતુ બન્યા છે.મા ભોમને નમું નતમસ્તક , અનેક કરું ઉપકાર પણ ન ચૂકવી શકું ઋણ ભારત ગરવી ગુજરાતનું.માઈલો દૂર રહેતા એક ગુજરાતી. જેમના હદયમાં સતત માતૃભૂમિ માટે પ્રેમની સરિતા વહે છે. કોરોના જેવા ભયંકર રોગ માટે જેમને ભારત દેશને એક અપીલ કરી છે. પોતાના ગુજરાતની માટીની સુગંધ જેમના રગેરગમાં જોવા મળે છે. જેમનને વિદેશમાં પણ હેમંતભાઈ શાહે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી છે. જેઓ ભારત અને કેનેડાના વેપાર અને ઉધોગ જગતમાં જેમને નદી ઉપરના એક સેતુ જેવું કામ કરેલું છે.

હેમંતભાઈ જણાવે છે કે ભારતના નાગરિક ઉડ્ડયન, પર્યટન અને એમએસએમઆઈ ક્ષેત્રોના વિકાસ માટે સહયોગની બિનરહીશ ભારતીયોની પાસે સરકાર શ્રી એ પહલ કરવી જોઈએ.
હેમંતભાઈ જણાવે છે કે ભારતીય અર્થતંત્રને વેગ મળે અને રોજગારીની તકો વધે તે માટે નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર, પર્યટન ક્ષેત્ર અને એમએસએમઆઈ ક્ષેત્રના વિકાસ માટે બિનરહીશ ભારતીયો ( એનઆરઆઈ ) પાસે સહયોગ લેવાનું એક હદયથી અપીલ ભરતસરકારને કરી છે.

તેઓશ્રી જણાવે છે કે આ માટે એનઆરઆઈ પરિવાર દર મહિને 51 ડોલર , 6 મહિના સુધી ટોટલ 356 ડોલર નાણાંકીય commitment દરેક NRI પાસે માગવું જોઈએ. તેમજ દરેક NRI એ પોતાની માતૃભૂમી માટે આ કાર્ય સમજીને કરવું જોઈએ.વિશ્વભરના ભારત સરકારના સહયોગ સાથે વપરાવા જોઈએ. ભારતના મોટા ભાગના રાજકીય પક્ષઓ એનઆરઆઈ સેલ નેટવર્ક ધરાવે છે. અને એ પ્લેટફોર્મ પરથી જાહેર અપીલ મોકલવી જોઈએ.

તાજેતરમાં ભારત સરકારના ડિજીસીએએ જાહેર કળ્યું હતું કે અંતરરાષ્ટ્રિય વિમાની સેવા ભારતમાં નવેમ્બર સુધી બંધ રહેશે. આથી અનલોક -5 બાદ પણ આ ક્ષેત્રે અનિશ્ચિતતા પ્રવર્તે છે. વિશ્વભરમાં એરલાઇન – એવિએશન ઉધોગને અને ટ્રાવેલ – ટુરિઝમ ઉધોગને લોકડાઉનથી ઘણું નુકશાન થયું છે.

તેઓશ્રી જણાવે છે કે ભારતમાં તમામ રાજકીય પક્ષ એક સાથે આવો ને કદમથી કદમ મિલાવી પોતાના દેશ માટે અન્ય દેશમાં સ્થાયી થયેલા ભારતીય નાગરિકો જે NRI છે તેમને અપીલ કરો..