જાણવા જેવું ધાર્મિક-દુનિયા

ગુજરાતના આ મંદિરમાંથી નીકળે છે ‘સ્વર્ગનો રસ્તો’, આવુ શિવલિંગ નથી દેશમાં બીજે ક્યાંય પણ – વાંચવા જેવું

ગુજરાતનાં વડોદરાની એકદમ નજીકમાં જ છે સ્વર્ગમાં જવાનો માર્ગ, વાંચોને જાણો એ ક્યાં છે ને કેવી રીતે જવાય છે સ્વર્ગ…

આમ જોવા જઈએ તો અત્યારે બધાને સ્વર્ગમાં જ જવું હોય છે. કોઈને નર્ક ગમતું જ નથી. આની પહેલા પણ મહાભારત સમયે કાશ્મીરમાથી સ્વર્ગ જવાની સીડીનો રસ્તો લોકોએ ગોતી લીધો હતો. અને એના પુરાવા સાથે સાબિત પણ કર્યું હતું કે આ જ રસ્તો સ્વર્ગમાં જઈ રહ્યો છે. આ તો થઈ કાશ્મીરની વાત. આપણાં ગુજરાતમાં પણ આવો જ એક સ્વર્ગ જવાનો રસ્તો મળી આવ્યો છે. તો ચાલો મિત્રો આજે જાણીએ એ રસ્તો ક્યાં છે અને કેવી રીતે પહોચાડે છે સ્વર્ગ.

Image Source

ગુજરાતનાં વડોદરા જીલ્લામાં આવેલું એક પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે કાયાવરોહણ. આ સ્થળમાં દુનિયાનું એક માત્ર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું મંદિર આવેલું છે. આ પુરાતન મંદિર સાથે કેટલીય લોકવાયકાઓ જોડાયેલી છે. અને આ મંદિરનો ઇતિહાસ પણ ખૂબ જ પુરાતન છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર ચારે કાળથી અહીં જ આવેલું છે. કહેવાય છે કે અહીં ભગવાન શિવ હજરાહજૂર છે. આ ગામનું જેવુ નામ છે એવું જ અહીનું કુદરતી સૌંદર્ય પણ છે. જેમ કાશ્મીરમાં કુદરત મન મૂકીને ખીલી રહ્યું છે. એમ ગુજરાતનું આ કાયાવરોહણમાં કુદરતની અદભૂત કાયા ખીલી રહી છે. કદાચ એટ્લે આ અદભૂત ગામમાં મહાદેવનો વાસ હશે. એવું નથી કે માત્ર મહાદેવ જ સાક્ષાત છે. અહીં ત્રણેય દેવતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ સાક્ષાત હાજરાહજૂર છે. એટ્લે જ અહીં શ્ર્ધ્ધાળું હજારોની સંખ્યામાં દર્શનાર્થે રોજ આવે છે.

Image Source

ચાલો આજે જાણીએ કાયાવરોહણ મંદિરનો ઇતિહાસ:

ગુજરાતના વડોદરા નજીક આવેલું કાયાવરોહણ ગામમાં આવેલું છે એક અત્યંત પુરાતન શિવ મંદિર. આ શિવ મંદિર ગુજરાતમાં જેટલું પ્રસિધ્ધ છે તેના ચમત્કારોનાં કારણે તેટલું જ પ્રખ્યાત અને ભારતનાં બીજા રાજ્યોમાં અને વિદેશમાં પણ પ્રસિધ્ધ છે. આ મંદિરનુ શિવલિંગ ખૂબ ચમત્કારી શિવલિંગ છે.

એવું કહેવાય છે કે આ શિવલિંગ ભગવાન લકુલેશ સાથે જોડાયેલુ છે. અને ભગવાન લકુલેશને ખુદ શિવનો જ અવતાર માનવામાં આવે છે. અહીં મહાદેવની એટલી કૃપા દૃષ્ટિ વરસી રહી છે કે, આપણાં શાસ્ત્રોમાં પણ આ વાતનો ઉલ્લેખ છે. આપણાં પુરાતન શાસ્ત્રમાં પણ ભગવાન લકુલેશ અને મહાદેવના આ શિવલિંગનો ઉલ્લેખ છે. ચમત્કારિક શિવલિંગ અને ભગવાન લકુલેશનાં આશીર્વાદથી જે કાયાવરોહણ ગામની પવિત્ર ભૂમિ ઉપર જે લોકોનો જન્મ અને મૃત્યુ થાય છે એ લોકોને ક્યારેય નરક નથી મળતું. પછી ભલે તે પુણ્યશાળી આત્મા હોય કે પછી પાપી. આ પવિત્ર ભૂમિને તપની ભૂમિ કહેવાય છે. એટ્લે અહીના લોકો પણ એટલા જ ધાર્મિક અને શ્રધ્ધાવાળા છે.

Image Source

કાયાવરોહણના મંદિર સાથે જોડાયેલી એક લોકવાયકાઓ અનુસાર, લકુલેશ સાથે પ્રકાશમાન જ્યોર્તિલિંગે અન્ય 12 જ્યોર્તિલિંગને પોતાના રૂપમાં ભેળવી દીધા હતા અને પછી ગાયબ થઇ ગયું હતું.

ભગવાન લકુલેશ વિશે અને આ શિવલિંગનો મહિમા: કાયાવરોહણ ગામ ડભોઈ તાલુકામાં આવેલું છે. ડભોઈ તાલુકો વડોદરા જિલ્લાથી 32 કિલોમીટર જ દૂર છે. અહીં જે મંદિર છે. એની સ્થાપના આશરે 44 વર્ષ પહેલા થઈ હતી. અહીં મહાશિવરાત્રી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મના શાસ્ત્રો અનુસાર ભગવાન રામાવતાર અને પછી કૃષ્ણાવતાર થયો અને એ પછી સાક્ષાત ભગવાન શિવે ખુદ લકુલેશ અવતાર ધારણ કરી આ પૃથ્વી પર અવતર્યા હતા. એવું પણ કહેવામા આવે છે ભગવાન શિવના ઘણા અવતારો થયા, જેમકે હનુમાન અવતાર, પરશુરામ અવતાર અને એ પછી તેમના 28માં અવતાર એટ્લે સાક્ષાત ભગવાન લકુલેશ.

Image Source

એકવાર એક રાત્રે આચાર્ય કૃપાલ્વાનંદજીને રાત્રે સ્વપ્નમાં ખુદ ભગવાન લકુલેશ આવ્યા અને એમણે અહીં મંદિર બાંધવાનો આદેશ કર્યો. સાથે જણાવ્યું કે પોતે ખુદ મહાદેવના 28મા અવતાર છે અને આ જગ્યા પર લકુલેશ ભગવાનને વાસ કરવો છે. આ પવિત્ર જગ્યા મને અહીં ખેંચી લાવી છે. આવો આચાર્યને ભાસ થયો અને એમણે આશરે 44 વર્ષ પહેલા આ મંદિરનુ બાંધકામ કરાવ્યુ અને લકુલેશ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા એમના હાથે કરવામાં આવી હતી. આશરે 5 હજાર વર્ષથી વધુ સમય પહેલા આ પવિત્ર જગ્યા પર શિવલિંગ સ્વરૂપે ભગવાન લકુલેશ પ્રગટ થયા હતા.

ભગવાન લકુલેશ આજે પણ એ જગ્યા પર બિરાજમાન છે અને લોકો પણ એમના દર્શન કરી ધન્યતા અનુભવે છે. એક શિવલિંગ સ્વરૂપે શિવ અને લકુલેશ ભગવાન બંને એક સ્વરૂપે અહીં વાસ કરીને લોકોને આશીર્વાદ આપી રહ્યા છે. એટ્લે જ આ મંદિર દેશ વિદેશમાં પ્રખ્યાત છે. આપણાં દેશમાં કુલ 68 તીર્થધામ આવેલા છે. એમાનું આ કાયાવરોહણનું મંદિર એક છે. એવું કહેવાય છે આ ભૂમિ પર કેટલાય ઋષિમુનિઓએ જાપ કર્યા હતા. જગત ગુરુ શંકરચર્યાએ પણ આ પાવન ભૂમિ પર તપ કર્યું હતું અને પછી જ નર્મદા કિનારે તપ કરવા ગયા.

Image Source

કાયાવરોહણમાં છે સ્વર્ગનો રસ્તો: હા, આ વાત એકદમ સત્ય છે. કાયાવરોહણની પવિત્ર ભૂમિનો ઉલ્લેખ આપણાં પુરાણોમાં પણ જોવા મળે છે, ખુદ ઋષિ મહર્ષિએ અહીં ગાયત્રી સાધના અને ધોર તપ કર્યું છે. એ તપના પ્રતાપે આ ભૂમિ એટલી પવિત્ર છે કે ખુદ વિષ્ણુએ પ્રસન્ન થઈને એવા આશીર્વાદ આપ્યા હતા કે આ કાયાવરોહણની પવિત્ર ભૂમિ પર જે વ્યક્તિ જન્મશે અને મૃત્યુ પામશે એ શિવ ભક્ત હશે. ભગવાન લકુલેશ મહાદેવના આશીર્વાદથી એના તમામ પાપમાંથી એને મુક્તિ મળશે અને એ વ્યક્તિને સ્વર્ગની પ્રાપ્તિ થશે. એટ્લે જ કહેવાય છે કે આ ગામ અને આ પવિત્ર શિવલિંગ માણસ ગમે એવો પાપી હોય તો પણ એને સ્વર્ગ જવાનો માર્ગ બતાવે છે એની ભક્તિથી, શ્ર્ધ્ધાથી અને આસ્થાથી. એવું કહેવાય છે કે, ગાયત્રીમંત્રનું ઉદગમ સ્થાન પણ આ જ ભૂમિ છે. એટ્લે કાયાવરોહણ ભૂમિ ખૂબ પવિત્ર ભૂમિ છે.

Image Source

કદાચ આ જ કારણ છે કે કાયાવરોહણને ગુજરાતનું કાશી પણ કહેવામાં આવે છે. એવું નથી કે અહીં શ્રાવણ માસ દરમ્યાન જ ભક્તિની ભીડ હોય છે. અહીં બારેમાસ ભક્તજનોના ટોળે ટોળાં ઉમટી પડે છે. અહીં રહેવાની વ્યવસ્થા પણ છે અને જમવાની વ્યવસ્થા પણ છે. આ મંદિરમાં એક યોગશાળા પણ છે, જેમાં લોકોને યોગનું માર્ગદર્શન આપવામાં આવે છે.