ગુજરાતમાં એકસાથે સાથે ચાર-ચાર ખતરનાક સિસ્ટમો ત્રાટકશે! વિનાશકારી વરસાદની આગાહી…જાણો
ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે જ વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ સ્તરના એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા જિલ્લાવાર પરિસ્થિતિનો સામનો કરવા માટે ટીમો પણ તૈયાર રાખવામાં આવી છે.
આગામી સાત દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આગાહી મુજબ ગુજરાતના 65 ટકા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કંટ્રોલ રૂમ મારફતે સતત અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો સાથે સંપર્કમાં છે. તેઓ એ પણ માહિતી મેળવી રહ્યા છે કે જે જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે, ત્યાં શું પરિસ્થિતિ છે અને તેઓ કેવી રીતે તૈયાર છે.
ગુજરાતમાં એક નહીં પરંતુ ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. આના કારણે દક્ષિણ ગુજરાત પર સંકટ તોળાઈ રહ્યું છે. ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આજે ખાસ કરીને મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના અનેક ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. અહીં નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે.
આગામી 48 કલાક સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની તીવ્રતા જળવાઈ રહેશે. મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા અને મહેસાણામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 48 કલાક બાદ વરસાદની તીવ્રતા આંશિક રીતે ઘટી શકે છે.
હવામાન વિભાગે ખાસ કરીને ગુજરાતના દક્ષિણ ઝોનમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. આના કારણે હવે દક્ષિણ ગુજરાતના શહેરોમાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. સુરત, તાપી, વાપી, નવસારી, વલસાડ અને ભરૂચ સહિત અનેક શહેરોમાં લોકો આકાશી આફતના ડરથી ચિંતિત છે.
તંત્રએ કરી આગાહી
ગુજરાતમાં 9 સપ્ટેમ્બર સુધી વરસાદ ચાલુ રહેશે. આગામી દિવસોમાં વરસાદથી ગુજરાતનો 65 ટકા વિસ્તાર આવરી લેવાશે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી ગયું છે. આથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. સાથે જ ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદની શક્યતા છે.સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ મેઘરાજાનું આગમન થઈ શકે છે.
નવસારીની પૂર્ણા નદી ગાંડીતૂર બની ગઈ છે અને ચારેબાજુ પાણી ફરી વળ્યું છે. ભેંસત ખાડા, રામલા મોરા, કાશીવાડી રિંગ રોડ, કમેલા દરવાજા અને શાંતિદેવી રોડ પર પાણી ભરાયા છે. પૂરના પાણી ઓસરતા લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. નવસારીનો રંગૂન ટાઉન વિસ્તાર જાણે બેટમાં ફેરવાઈ ગયો છે. પૂર્ણા નદીના પાણીએ રંગૂન શહેરને પણ ડુબાડી દીધું છે. નદીમાં પાણી ઘૂસી જવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પાણી ઓસરતાં દુકાનો અને મકાનોને નુકસાન થયું છે.
ગુજરાત માટે એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થવાથી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે. મોડી રાત્રે ભરૂચના વાલિયામાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. વાલિયામાં 19 ઇંચથી વધુ વરસાદ થયો, જેના કારણે અનેક ઘરોમાં પાણી ભરાયા અને નદીઓ તથા નાળાઓ બેકાબૂ બન્યા. ભારે વરસાદના કારણે વાલિયાનું દહેલી ગામ જળબંબાકાર થઈ ગયું છે. લોકો પોતાના ઘરોમાં ફસાયેલા છે
ગુજરાતનો ત્રીજો ડેમ એલર્ટ પર
રાજ્યના ત્રીજા સૌથી મોટા ડેમ કડાણા ડેમમાં એલર્ટ મોડ જાહેર કરવામાં આવ્યો છે જે ઉપરવાસમાંથી મોટા પ્રમાણમાં પાણી મેળવે છે. આજે કડાણા ડેમમાંથી 10 દરવાજા ખોલી 1 લાખ 33 હજાર ક્યુસેક પાણી મહિસાગર નદીમાં છોડવામાં આવ્યું હતું અને હવે મહી નદી બંને કાંઠે વહેવા લાગી છે. મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા 106 ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.