ખબર

ગુજરાતમાં આઈસ્ક્રીમ, પાનના ગલ્લા, સલૂન, નાસ્તા ફરસાણ દુકાનો ખુલશે? જાણો તમામ વિગત

છેલ્લા 30 દિવસથી વધારે સમયથી લોકડાઉન ચાલી રહ્યો છે. 30 દિવસથી દુકાનો બંધ હોય કેન્દ્ર સરકારે દુકાનો અને નોકરી ધંધા ખોલવા માટે શરતી મંજૂરી આપી દીધી છે. આ વચ્ચે ગૃહમંત્રાલયે એક મોટો આદેશ જાહેર કર્યો છે. જાણકારી મળ્યા મુજબ દેશમાં આજથી તમામ દુકાનો શરતોની સાથે ખોલવાની મંજૂરી આપી દેવાઈ છે.

આ અંગે આજે ગુજરાતમાં રાજ્યસરકાર કોઈ મોટા નિર્ણય લેશે એ અંગે નાયબ મુખ્યમંત્રી મહત્વની વાતો જણાવી હતી. કેન્દ્ર દ્વારા શરતો સાથે દુકાનો ખોલવાની મંજૂરીનો મામલે આજે કેન્દ્રની જાહેરાત સંબંધે રાજ્ય સરકાર જાહેરાત કરી.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલ, રવિવાર તા. 26 એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે

ભારત સરકારના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રીએ રાજ્યમાં આ નિર્ણયની જાહેરાત કરી છે
ધંધો વ્યવસાય કરવા માટેની છૂટછાટ નિયમો અને શરતોને આધિન આપવામાં આવી છે.

તદ્દઅનુસાર, જે દુકાનો-ધંધા વ્યવસાયને વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર કન્ટેઇનમેન્ટ વિસ્તારની બહાર હોવો જોઇશે.

દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના 50 ટકા સ્ટાફ રાખવાનો રહેશે.

Image Source

માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત પાલન દુકાન-ધંધા વ્યવસાયકારોએ કરવાનું રહેશે
જે-તે સ્થાનિક સત્તામંડળે જાહેર કરેલા કન્ટેઇનમેન્ટ વિસ્તારો માન્ય ગણાશે.

મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત એવો પણ નિર્ણય કર્યો છે કે ગુજરાત માં I T તેમજ ITES ઇન્ડસ્ટ્રીઝમાં પણ પ૦ ટકા સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે અને જો આવી ઇન્ડસ્ટ્રી કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં હોય તો તેવી ઇન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી આપવામાં આવશે.

ફૂલની દુકાનો, સોનાની દુકાનો, ટ્રાવેલ્સની ઓફીસ, ગિફ્ટ આર્ટિકલ ,ફોટો સ્ટુડિયો ,હાર્ડવેર,કટલેરી દુકાનો મંજૂરી નહિ, રિક્ષાઓને હાલ મંજૂરી નહીં. આઈસ્ક્રીમ ની દુકાનો હોટેલો વિશે નિર્ણય થયેલ નથી એ હવે થશે. આ સાથે જ પગરખા દુકાનો નહીં ખુલે, પાનના ગલ્લાનો નિર્ણય નહીં, સલૂન નહીં ખુલે, આઈસ્ક્રીમ પાર્લરો નહીં ખુલે,

નાસ્તા ફરસાણની દુકાનો પણ નહીં, ઠંડા પીણાં દુકાનો નહીં ખુલે, પંચરની દુકાનો ખુલશે, ઇલેક્ટ્રિક દુકાનો ને છૂટ, એસી રિપેરિંગ દુકાનો ખુલી શકશે.
સાથે જ ફાસ્ટફૂડ અને હોટેલ રેસ્ટોરન્ટ વિશે સાંજે નિર્ણય કરવામાં આવશે. સલૂન અંગેનો કોઈ નિર્ણયકરવામાં નથી આવ્યો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.