ખબર

ગુજરાત સરકારે હેરકટીંગ સલૂન, પાન, ગુટખા, બીડી-સીગરેટને લઈને લીધા મહત્વના નિર્ણયો, જાણો અપડેટ

કોવીડ 19 ના કેસ અમદાવાદમાં રોજ કૂદકે ને ભૂસકે વધતા જાય છે. એવા માં શિવાનંદ ઝાએ કહ્યું કે અમદાવાદ વિસ્તારમાં કન્ટેન્મેન્ટ વિસ્તાર બનાવાયા છે. તેથી અન્ય RED ઝોનમાં પણ બંદોબસ્ત વધારાયો છે. સાંજના 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી અવરજવર પર રોક લગાવામાં આવી છે. તેમણે કહ્યું કે રાજકોટ, બોટાદ હાલ ઓરેન્જ ઝોનમાં છે પરંતુ તેમ છતાં હાલની સ્થિતિને જોતા કોઈ પણ જાતની નવી છુટછાટ આપવામાં આવી નથી. જેથી બધા એ નોંધ લેવી કે કોઈ નવી ઓફિસ કે દુકાન ખુલશે નહીં.

જે લોકો લૉકડાઉનનો ભંગ કરશે એના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ પોલીસ પર હુમલો કરશે તો પાસા લગાવવામાં આવશે. વધુમાં સાહેબે જણાવ્યું કે લોકડાઉનના દિવસોમાં શાકભાજી માર્કેટમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. રાજકોટ અને બોટાદમાં RED ઝોન જેમ કામગીરી કરવામાં આવશે અને નિયમોનું ચુસ્ત પણે પાલન કરાવવામાં આવશે.

કોવીડ ૧૯ એ પુરા વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 374 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી 28 લોકોના મૃત્યુ થયું છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધી 1042 લોકો સ્વસ્થ થઈને ઘરે ગયા છે. જેમાં અમદાવાદમાં વધુ 274 કેસ નોંધાયા છે. તે સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 5428 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 80060 કોરોનાનાૈ ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 5944 ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે.

ગુજરાત રાજ્યમાં આજે જે નવા 374 કોવીડ ૧૯ કેસ નોંધાયા છે. જેમાંથી હંમેશાની જેમ સૌથી વધુ કેસ અમદાવાદમાં 274, બનાસકાંઠા 7, સુરતમાં 25, વડોદરામાં 25, ગાંધીનગરમાં 3, પાટણ 1, મહેસાણામાં 21, મહીસાગર 10, બોટાદમાં 3 કેસ નોંધાયા છે. 28 લોકોના મૃત્યુ થયા છે. 4065 લોકો હાલ સારવાર હેઠળ છે અને 31 લોકો વેન્ટિલેટર હેઠળ છે. 146 લોકો સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીનો કોરોનાના કેસોનો કુલ આંક 5428 થયો છે જયારે અમદાવાદ ટોપ પર છે અને ત્યાં કુલ આંક 3817 થયો છે.

કુલ 31 લોકો વેન્ટિલેટર પર છે અને 4065 લોકોની હાલત સ્થિર છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં લોકડાઉન લંબાવવાની સ્થિતિમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે

• રાજ્યના 6 મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગર અને રાજકોટમાં જીવન જરુરિયાતની વસ્તુઓ દૂધ, કરિયાણા, અનાજ, શાકભાજી, દવા સિવાયની દુકાનો માટે કોઇ વધારાની છૂટછાટ નહીં આપવાનો નિર્ણય કર્યો છે.

• રાજ્યની ૬ નગરપાલિકા વિસ્તારો ગોધરા, બોટાદ, બોપલ, ખંભાત, બારેજા, ઉમરેઠ આ ૬ નગરપાલિકાઓમાં પણ કોઇ જ વધારાની છૂટછાટો આપવામાં આવી નથી

• રાજ્યના જુનાગઢ અને જામનગર મહાનગર અને ૧૫૬ નગરપાલિકાઓમાં સોશિયલ ડિસ્ટન્સીંગ અને માસ્કના ફરજિયાત ઉપયોગ સહિતના નિયમો સાથે ઉદ્યોગો શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે.

• સમગ્ર રાજ્યમાં હજુ બે અઠવાડિયા સુધી પાન, ગુટખા, બીડી-સીગરેટની વેચાણ કરતી દુકાનો અને લિકર શોપ ચાલુ કરી શકાશે નહીં

• સમગ્ર રાજ્યમાં સાંજના ૭ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી દરેક નાગરિકોએ ઘરની બહાર નીકળી શકાશે નહીં

• મુસ્લિમ ભાઇ-બહેનો રમજાન મહિનાની ઉજવણીમાં ઇબાદત અને બંદગી ઘરમાં જ રહીને કરે

• ભરેલા કે ખાલી માલવાહક વાહનોને સમગ્ર રાજ્યમાં વગર રોકટોકે અવરજવરની છૂટ આપવામાં આવી છે

• ગ્રીન અને ઓરેન્જના વિસ્તારોમાં વાનંદની દુકાન, બ્યુટીપાર્લર અને ચા-કોફીની દુકાન – ચા નું સ્ટોલ ખુલ્લા રાખી શકાશે

• ઓરેન્જ અને ગ્રીન ઝોન વિસ્તારોમાં Cab/taxi સેવાઓ ડ્રાયવર વત્તા બે મુસાફરો સાથે ચાલુ કરી શકાશે.

• ગ્રીન ઝોન જાહેર થયેલા વિસ્તારોમાં ST ની બસો વધુમાં વધુ ૩૦ મુસાફરો સાથે ચાલુ થઇ શકશે તેમજ ગ્રીન ઝોન વિસ્તારો પૂરતા આંતરજિલ્લા અને જિલ્લાની આંતરિક બસ સેવાઓ શરુ થઇ શકશે.

• અગાઉના લોકડાઉનના સમય દરમિયાન આવશ્યક સેવાઓ અને ચીજ વસ્તુઓના વેચાણકારોને આપવામાં આવેલા પાસ ફરીથી રીન્યુ કરાવવાના રહેશે નહીં. તેની મુદતમાં હાલના લોકડાઉનના સમયનો વધારો આપોઆપ કરી દેવામાં આવશે

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.