હવામાન વિભાગની નવી આગાહી: અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં બુધવાર સુધી વરસાદ…જાણો

અમદાવાદમાં છેલ્લા થોડા દિવસથી ગરમીનો કહેર પાછો ચાલુ થઇ ગયો છે. બીજી બાજુ ગુજરાતમાં વરસાદ લાવે એવી એક જ સિસ્ટમ એક્ટિવ છે. ગુજરાતમાં આગામી ત્રણ દિવસ મોન્સૂન ટ્રફના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગર માટે હવામાન વિભાગે સામાન્ય વરસાદની આગાહી કરી છે.

અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં હાલ માત્ર એક જ સિસ્ટમ મોન્સૂન ટ્રફ છે અને તેને લઇને આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, વલસાડ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

આવતી કાલે એટલે કે 10 સપ્ટેમ્બરના રોજ દાહોદ, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ જિલ્લામાં વરસાદની કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી. જ્યારે 11 સપ્ટેમ્બરના રોજ દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

Shah Jina