નવરાત્રીમાં ગરબાના ટાઇમિંગને લઇને વિવાદ પહોંચ્યો છેક હાઇકોર્ટ સુધી, જો કોઇ નાગરિક રાત્રે 12 વાગ્યા પછી ફરિયાદ કરશે તો…ગુજરાત હાઇકોર્ટનો આદેશ

આખરે કેટલા વાગ્યા સુધી ચાલશે ગરબા ? ગૃહરાજ્યમંત્રીએ છૂટ તો આપી દીધઈ પણ વિવાદ પહોંચ્યો હાઇકોર્ટ તો કોર્ટે કહ્યુ- જો લાઉડ સ્પીકરની 12 વાગ્યા બાદ કોઈ નાગરિક ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

ગુજરાતમાં નવરાત્રીને લઈને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે, ત્યારે ગુજરાતના હોટ ફેવરિટ ફેસ્ટિવલ નવરાત્રીને લઇને જ્યારે ખબર આવી કે સરકારે રાતે 12 વાગ્યા સુધી જે ગરબા રમવાની સમયસીમા હતી તે દૂર કરી દીધી છે તો ગુજરાતીઓમાં અનેરો રંગ અને થનગનાટ જોવા મળ્યો.

જો કે, નવરાત્રી દરમિયાન ગરબાના ટાઇમિંગનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો અને મોડીરાત સુધી ચાલતા ગરબાના કારણે લાઉડ સ્પીકરથી પરેશાન નાગરિકે હાઈકોર્ટમાં રજૂઆત કરી. આના પર હાઈકાર્ટે કહ્યું કે કોઈ નાગરિક જો 12 વાગ્યા પછી લાઉડસ્પીકરની ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે. SC અને HCનો હુકમ છતાં પોલીસને કાર્યવાહી કરતા રોકવા માટે કોઈ સૂચના ન આપી શકે.

આ પહેલા જે હુકમો પસાર થયા છે તેના પાલનની જવાબદારી પોલીસ વિભાગની છે. હાઇકોર્ટે કહ્યુ કે જો નાગરિક ઈચ્છે તો આવા ગરબા ઓર્ગેનાઇઝર્સ સામે FIR દાખલ કરાવી શકે છે. જણાવી દઇએ કે, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના નિવેદન બાદ વિવાદ શરૂ થયો હતો. તેમણે આયોજકોને વહેલા ગરબા શરૂ કરવા માટે જણાવ્યું પરંતુ હવે હાઈકોર્ટની સૂચના બાદ પોલીસ ફરીવાર એક્શનમાં આવે તો નવાઈ નહીં હોય.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina