ખબર

ગુજરાતમાં કોરોનાની સૂનામી આવી તો હાઇકોર્ટે સરકારને ખખડાવી, જાણો મહત્વના મુદ્દા

ગુજરાતની અંદર કોરોના દિવસે દિવસે વધુ વકરી રહ્યો છે, જેને લઈને આજે હાઇકોર્ટ દ્વારા કોરોના પર સુઓમોટોની જાહેરહિતની અરજી પર હાઈકોર્ટમાં ઓનલાઇન સુનાવણી શરૂ થઈ ગઈ છે. ગતરોજ હાઇકોર્ટમાં સરકારે સોગંદનામુ રજૂ કર્યુ હતુ.

ગુજરાત હાઈકોર્ટે ગત સોમવારને 12 એપ્રિલના રોજ કોરોનાની અતી ગંભીર પરીસ્થિતી અંગે સુઓમોટો રીટની સુનાવણી દરમિયાન કરેલા વેધક સવાલ અંગે, ગુજરાત સરકારે 61 પાનાનું સોગંદનામુ હાઈકોર્ટમાં રજુ કર્યુ છે. આ સોગંદનામામાં ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો રીટમાં કોરોનાની સ્થિતી, રેમડેસિવિર ઇન્જેક્શન, ઓક્સિજન, RT PCR ટેસ્ટ વગેરે મુદ્દે ગંભીર ટકોર કરવા સાથે કેટલાક વેધક સવાલો પુછ્યા હતા. આ તમામ સવાલોના જવાબ સોગંદનામા થકી ગુજરાત સરકારે આપ્યા છે.

આ બાબતે ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ કારીયાની ખંડપીઠ સમક્ષ સુનાવણી શરૂ કરવામાં આવી છે. સુઓમોટો અરજીમાં પક્ષકાર તરીકે જોડવા હાઈકોર્ટ એડવોકેટ એસો.ની રજૂઆત કરી હતી.

હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકારને કોરોનાની કામગીરીની લઈને જવાબ માંગવામાં આવ્યો હતો ત્યારે સરકાર તરફથી હાઇકોર્ટમાં 61 પાનાંનું સોગંધનામું રજૂ કરવામાં આવ્યું છે જેમાં સરકાર દ્વારા કોરોનાકાળમાં કરવામાં આવેલ કામગીરી વિશે જાણકારી આપવામાં આવી છે.

વધતા જતા કોરોના કેસોના મુદ્દા ઉપર હાઇકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે, “WHO કંઈ કહે છે, ICMR બીજુ કહે છે અને ગુજરાતમાં નાગરિકો રેમડેસિવિર લેવા ફરે છે, આ શુ છે ?” ત્યારે હાઇકોર્ટ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે રાજ્યસરકાર જે કામ કરી રહી છે તેનાથી વધુ કરવાની જરૂર છે.”

 

પ્રતિકાત્મક તસવીર

હાઇકોર્ટ દ્વારા સુઓમોટો કેસમાં સુનાવણી સમયે સૂચન કરવામાં આવ્યું હતું કે લગ્નમાં વધુમાં વધુ લોકોને એકઠા થવા પર લિમિટ 50 કરવામાં આવે ત્યારે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે લગ્ન કે પછી મરણ પ્રસંગમાં 50 લોકોની હાજરીની જાહેરાત કરી દેવામાં આવી છે.

સરકાર દ્વારા આજે ઈંજેક્શન મુદ્દે પણ જવાબ આપવામાં આવ્યો છે જેમાં સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે કાળાબજારી પર કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ઑક્સીજન મુદ્દે 17 એપ્રિલ બાદ અછત નહીં થાય તેવી ખાતરી આપવામાં આવી છે. વધુમાં જણાવ્યું કે ઑક્સીજનનું ઉત્પાદન 900 મેટ્રીક ટનથી વધારી 1100 મેટ્રીક ટન કરવામાં આવ્યું છે.

 

* અમેં આખા ગુજરાતની વાત કરીએ છે, ફક્ત અમદાવાદની વાતો ન કર્યા કરો મી. ત્રિવેદી

* તમે બેડ ખાલી હોવાનું કહો તો દર્દીઓ કેમ ફરી રહ્યા છે, લાઇનો કેમ લાગે છે

* શું દરેક તાલુકામાં અને જિલ્લામાં RTPCR ટેસ્ટની ફેસિલિટી છે?