ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી; જાણો ક્યાં ક્યાં વરસાદ તૂટી પડશે

ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાએ કચ્છમાંથી વિદાય લીધી છે, પરંતુ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે ભારેથી અતિભારે વરસાדની આગાહી કરી છે. રાજ્યમાં લાંબા સમયથી વરસાદે વિરામ લીધો હોવાથી તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. તાપમાન વધવાની સાથે હવામાં ભેજનું પ્રમાણ પણ વધ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે વરસાદ થવાની સંભાવના છે. આ સિસ્ટમ ગુજરાત નજીક આવતા ડિપ્રેશન સર્જાવાની શક્યતા પણ છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું છે કે, “26 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધવાની સંભાવના છે. 26થી 28 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.”

24 સપ્ટેમ્બરે વલસાડ જિલ્લા તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે. સાથે સુરત, ડાંગ, નવસારી અને તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

25 સપ્ટેમ્બરે સુરત, નર્મદા, તાપી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં ભારે વરસાદની આગાહી છે. ડાંગ, નવસારી, વલસાડ જિલ્લા તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની શક્યતા છે.

26 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લા તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે. ગીર સોમનાથ, દીવ, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.

27 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ જિલ્લા તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે. બોટાદ, અમદાવાદ, રાજકોટ, જુનાગઢ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.

28 સપ્ટેમ્બરે અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Dhruvi Pandya