મોટી ખુશખબરી: ગુજરાતમાં RT-PCR અને સીટી સ્કેનના ભાવમાં કર્યો ધરખમ ઘટાડો, જાણો

ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી અને ત્યારબાદ રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે વેક્સિનેશનની પ્રકિયાને લઇને વિગત આપી હતી અને સાથે સાથે RTPCR ટેસ્ટ અને સીટી સ્કેનને લઇને પણ વિગત આપી હતી.

આ પ્રેસ કોન્ફરન્સમાં રાજય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા કરવામાં આવતા RTPCR ટેસ્ટના ભાવમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવી હતી. ટેસ્ટમાં 300 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને આમ ટેસ્ટની કિંમત જે પહેલા 700 રૂપિયા હતી તે હવે 400 રૂપિયા કરવામાં આવી છે. આ સાથે જ 2700 રૂપિયામાં એરપોર્ટ પર RTPCR ટેસ્ટ કરાવી શકાશે એવું જણાવવામાં આવ્યુ છે. દર્દીના ઘરે જઇને ટેસ્ટ કરવાના 550 રૂપિયા લેવામાં આવશે જયારે આ અગાઉ આ ચાર્જ 900 રૂપિયા હતો.

સરકારે જણાવ્યુ કે HRTCમાં 500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને હવે તેનો દર 2500 રૂપિયા રહેશે. સીટી સ્કેનની રાજયમાં વધતી જરૂરિયાતો પર આ નિર્ણય લેવામાં આવ્યો છે. 112 કરોડ રૂપિયાના મશીનો ખરીદવા માટે પણ સરકારે મંજૂરી આપી છે.

Shah Jina