ખબર જ્ઞાન-જાણવા જેવું

જો જો આ ભૂલ ન કરતા નહીંતર 5000 રૂપિયા નો દંડ આવશે- જાણો વિગત

ભારત દેશમાં છેલ્લા 2 અઠવાડિયાથી લોકો ટ્રાફિકના નિયમને લીધે ખુબ પરેશાન છે અને સોશિયલ મીડિયામાં આ ચર્ચાનો મુદ્દો છે. હવે આખરે ગુજરાતમાં પણ ટ્રાફિકના નવા કડક નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. ગુજરાત CM રુપાણીએ ગાંધીનગરમાં આજે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, ટ્રાફિકના નવા નિયમો 16મી સપ્ટેમ્બરથી રાજ્યમાં અમલમાં આવી જશે, અને તેનો સ્ટ્રિક્ટ અમલ કરવામાં આવશે. જોકે, પણ એક ફાયદો છે કે રાજ્ય સરકારે દંડની રકમમાં લોકોને મોટી રાહત આપી છે.

રાજ્ય સરકારે કેન્દ્રના દંડના નિયમમાં ફેરફાર કરતાં લાયસન્સ, પીયુસી, વીમો, RC બુક વગર પહેલી વખત પકડાય તેને 500 રૂપિયાનો દંડ, જો બીજી વખત પકડાય તેને 1000 રૂપિયાના દંડની જોગવાઈ છે. વધુમાં જણાવીએ તો હેલમેટ નહીં હોય તો 500 રૂપિયાનો દંડ, સીટ બેલ્ટ બાંધ્યો ન હોય તો 500 રૂપિયા દંડ, ચાલુ વેહીકલ પર ફોન પર વાત કરતાં પહેલી વખત પકડાય જોવ તો 500 રૂપિયા દંડ, બીજી વખત પકડાય તેને 1000 રૂપિયાનો દંડની જોગવાઈ કરવામાં આવી છે.

જો બાઈકમાં 3 સવારી કરી તો 100 રૂપિયાનો દંડ, એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડને જગ્યા ન આપનારને 1000 રૂપાયનો દંડ. પબ્લિક પ્લેસ પર રેસ લગાવવા કે બાઈક પર સ્ટંટ કરતા લોકોને 500 રૂપિયાનો દંડ, ફિટનેસ સર્ટી વગર વાહન ચલાવનારને 5000 રૂપિયાનો દંડ, રજિસ્ટ્રેશન વગર વેહિકલ ચલાવનારને 1000 રૂપિયાનો દંડ, લાયસન્સ વગર વાહન ચલાવનારને 3000 રૂપિયાનો દંડ, નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર 100ની સ્પીડ બાંધવામાં આવી છે, જયારે શહેરના આંતરિક રસ્તા પર 70ની સ્પીડ બાંધવામાં આવી છે.

વધુમાં CM રૂપાણીએ જણાવ્યું કે, જયાં કડકાઈની જરૂર છે ત્યાં કડક નીતિ પણ અપનાવવામાં આવશે.

કયા ગુનામાં કેટલો દંડ

લાયસન્સ, વિમો અને પીયુસી જેવા દસ્તાવેજો ન હોય તો પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ કરવામાં આવશે. જ્યારે કાચ પર ડાર્ક ફિલ્મ લગાવવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ અને ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ ફટકારવામાં આવશે. તેમજ અડચણરૂપ પાર્કિંગ કરવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો મેમો ફાડવામાં આવશે.

CM વિજય રૂપાણીએ મંગળવારે કેન્દ્ર સરકારના નવા ટ્રાફિક નિયમોની જોગવાઈ અંગે પ્રેસ કોન્ફરન્સ મિટિંગ કરી હતી. વધુમાં વિજય રૂપાણીએ જણાવ્યું કે નવા મોટર-વ્હિકલ એક્ટની 50 કલમોમાં સુધારો કરી અને દંડની રકમમાં ઘટાડો કર્યો છે.

  • ડિજીટલ ડોક્યુમેન્ટ બતાવવા છૂટ(ડીજી લોકર), હાર્ડ કોપી સાથે નહી હોય તો ચાલશે
  • રસ્તા પર સ્પીડમાં બાઈક ચલાવવા સામે સખ્તાઈથી કામ લેવાશે
  • પબ્લિક પર રેસ લગાવવા બદલ 5000 હજાર દંડ
  • હેલ્મેટ ન પહેરનારને 500નો દંડ
  • Rc બુક અને વીમો ન હોય તો 500નો દંડ
  • બીજી વખત પકડાયા તો 1000 દંડ
  • કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ ન પહેર્યો હોય તો 500 દંડ
  • એમ્બ્યુલન્સને જગ્યા ના આપો તો પણ દંડ
  • લાયસન્સ વગર વાહન ચલાવવા પર માલિક અને ચાલક બન્નેને 3000 સુધીનો દંડ
  • ચાલુ વાહને ફોન પર વાત કરવા પર 1000ના સ્થાને 500 દંડ કરાયો

નોંધ: આ બધા નવા નિયમો 16 સપ્ટેમ્બરથી લાગુ થશે,તમામ વાંચકોને નમ્ર વિનંતીકે એક જાગૃત નાગરિક તરીકે આપણે સૌ નિયમોનું પાલન કરીએ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks