ખબર

ગુજરાતની બળાત્કારની ભયંકર ઘટના: જામનગર, વડોદરામાં સગીરાને પીંખી નાખી, UP જેવી ઘટના ફરી ગુજરાતમાં

છેલ્લા એક અઠવાડિયાથી યુપીના હાથરસમાં થયેલી 19 વર્ષની યુવતી પર થયેલા બળાત્કાર બાદ હત્યાની ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે, ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં જ દુષ્કર્મની અને સામૂહિક દુષ્કર્મની 4 ઘટના સામે આવી છે. દુષ્કર્મની આ બધી ઘટનાએ ગુજરાતને પણ શરમજનક સ્થિતિમાં મૂકી દીધુ છું.

Image source

ગુજરાતમાં જામનગરમાં 17 વર્ષની સગીરાને ઊંઘની દવા પીવડાવીને 4 સખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યુ હતું. જે પૈકી 3 નરાધમોની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે એક ફરાર થઇ ગયો છે. મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં 2 વિધર્મી યુવકોએ બ્લેક મેલ કરીને 15 દિવસ સુધી વારંવાર મહિલા પર ગેંગરેપ કર્યો હતો. જેમાં બંને આરોપીની પોલીસે ધરપકડ કરી છે, આ ઉપરાંત વડોદરામાં યુવાને લગ્નની લાલચ આપીને યુવતી પર દુષ્કર્મ આચર્યુ હતું અને બોડેલીમાં ફેસબુક પર ફ્રેન્ડશિપ કરીને યુવાને યુવતી દુષ્કર્મ આચર્યું હતું.

Image Source

હાલ આ 17 વર્ષીય સગીરાને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે અને એની સારવાર ચાલી રહી છે. તો આ મામલે ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે તાબડતોડ 3 નરાધમોને દબોચી લીધા છે. જ્યારે હજુ એક હવસખોર પોલીસ પકડથી દૂર છે. તેવામાં હવે દીકરીઓને સુરક્ષિત રાખવા માટે સરકારે કડક કાયદાની જરૂર છે. આવી ભયંકર બળાત્કાર જેવી આવી ઘટનાઓને કારણે ગાંધીનું ગુજરાત બદનામ થઈ રહ્યું છે.