...
   

ગુજરાત માથે એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 4 દિવસ હજુ પણ રાજ્ય માટે ભારે

સાચવજો / ત્રણ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વધશે વરસાદનું જોર, રાજ્ય માટે આગામી 4 દિવસ ‘ભારે’

ગુજરાતમાં ફરી એકવાર નવી સિસ્ટમ સક્રિય થઈ છે, જેને કારણે આજે મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું આગમન થશે. ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થતા આગામી ચાર દિવસ રાજ્ય માટે ભારે છે. ત્યારે આ વચ્ચે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે જેમાં અનેક વિસ્તારોમાં છુટો છવાયો અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે. એવું પણ હવામાન વિભાગે જણાવ્યુ કે સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતા વધુ વરસાદ રહેશે.

રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ લગભગ 111 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે ફરી એકવાર મેઘરાજા મેઘરાજા ગુજરાત પર બેટિંગ કરશે. બંગાળની ખાડીમાં રચાયેલા ડિપ્રેશનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે.

આજની વાત કરીએ તો, ગાંધીનગર, વડોદરા, સુરત, ભરૂચ સહિત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન વિભાાગે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

5 સપ્ટેમ્બરે કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જ્યારે 6 સપ્ટેમ્બરે કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયુ છે.

શનિવારે 7 સપ્ટેમ્બરે બનાસકાંઠા, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંત 8 સપ્ટેમ્બરે રવિવારે વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Shah Jina