આવતા 5 દિવસ સુધી ગુજરાતીઓ સાચવીને રહેજો, 11 જિલ્લાઓને મેઘરાજા ઘમરોળી નાખશે, હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહી

છેલ્લા થોડા દિવસથી વરસાદને લઈને ગુજરાતમાં થોડી રાહત મળી રહી છે. થોડા તડકા-છાયા વાતાવરણ વચ્ચે ગરમીનો ઉકળાટ પણ વધ્યો છે, તો કેટલીક જગ્યાએ છુટાછવાયા ઝાપટા પણ પડી રહ્યા છે, ત્યારે આ બધા વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે આજથી જ વરસાદનું જોર વધવાની સંભાવના છે, સાથે જ તારીખ 7 અને 8 ઓગસ્ટના રોજ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યના 11 જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ સાથે જ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા અને દાહોદમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો બીજી તરફ 6 ઓગસ્ટના રોજ રાજ્યના 3 જિલ્લાઓમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 7 ઓગસ્ટના રોજ 5 જિલ્લાઓ અને 8 ઓગસ્ટના રોજ 9 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે.

આ ઉપરાંત હવામાન વિદ અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર તારીખ 6 ઓગસ્ટ સુધીમાં મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. તેમને એમ પણ જણાવ્યું કે રાજ્યના કેટલાક વિસ્તારમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. તાપી અને નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો થવાની શક્યતા વ્યકર કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અણુશસ્ર 10 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની સંભવના વ્યક્ત કરવામાં આવી છે.

Niraj Patel