ખબર

ગુજરાતમાં ઘાતક કોરોના બાબતે ખુલ્યું મોટું રાઝ, જાણો ટાસ્કફોર્સ ટીમે શું ચેતવણી આપી

કોરોના મહામારીના કારણે સમગ્ર વિશ્વ જયારે હેરાન થઇ રહ્યું છે ત્યારે ભારતમાં પણ કોરોના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ગુજરાતમાં પણ સ્થિતિ ખુબ જ ગંભીર બની રહી છે. ગુજરાતમાં સુરતમાં હાલ ખુબ જ ગંભીર સ્થિતિ છે તો અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં પણ પરિસ્થિતિ ખુબ જ ખરાબ બની રહી છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

ત્યારે આ અંગે કોવિડ ટાસ્ક ફોર્સ કમિટીના ડૉ. તેજસ પટેલ, ડૉ. વી.એન શાહ, ડૉક્ટર અતુલ પટેલ તથા ડૉ. તુષાર પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને લોકોને માસ્ક પહેરવા તથા ભીડમાં એકઠા ન થવા વિનંતી કરી હતી. આ દરમિયાન ડો. તેજસ પટેલે તો લોકોને વિનંતિ કરી હતી કે, વેક્સિન લઈ લો અને સરકારી ગાઇડલાઇનનું પાલન કરો નહીં તો સ્થિતિ આથી પણ વિનાશકારી બનીને સામે આવી શકે છે.

તેજસ પટેલે જણાવ્યું કે, આ વાયરસ તમામ માપદંડ તોડી નાખ્યા છે. આ વાઇરસ અલગ પ્રકારનો છે. તે જે 45 ડિગ્રીમાં પણ જોવા મળ્યો અને માઈનસ ૪૫ ડિગ્રીમાં પણ જોવા મળ્યો છે. ખુબ જ વિચિત્ર પ્રકારનો આ વાયરસ છે. તો ડો. અતુલ પટેલે યુવાનોવે ઘરની બહાર ન જવા અપીલ કરી હતી અને બે માસ્ક પણ બે પહેરવા પર ભાર મૂક્યો હતો.

તો ડૉ. વી.એમ શાહે જણાવ્યું હતું કે, દવાઓ બાબતે કેટલીક ગેરસમજ છે તે પણ દુર કરવી પડશે. લોકોમાં અફવા છે કે, રેમેડિસિવિરથી કોરોના મટી જાય છે તે એક તથ્યહિન બાબત છે. દરેકને આ ઇન્જેક્શન આપી શકાય નહી.