આ છે ગુજરાતનો દશરથ, જેને ના મળી સરકારની મદદ તો પોતાના હાથથી ખોદી નાખ્યો 40 ફૂટનો કૂવો… જુઓ વીડિયો

ગુજરાત સરકારે ના કરી મદદ તો નાના ગામડાનો આ વ્યક્તિ બની ગયો “માંઝી” પત્ની સાથે પાવડો કોદાળી લઈને લાગ્યો કૂવો ખોદવા.. પાણીની તકલીફથી હતો પરેશાન.. જુઓ

સત્યઘટના પર આધારિત નવાઝુદ્દીન સિદ્દીકીની એક ફિલ્મ આવી હતી. “માંઝી” જેમાં પહાડ ચીરીને રસ્તો બનાવનારા દશરથ માંઝીની કહાની બતાવવામાં આવી હતી. આ કહાની આજે પણ લોકો માટે પ્રેરણાનો આધારસ્તંભ બની રહી છે. ત્યારે હાલ આપણા ગુજરાતમાંથી પણ એક એવી જ કહાની સામે આવી છે, જેમાં એક વ્યક્તિને સરકારી મદદ ના મળી તો પોતાની જાતે જ 40 ફૂટનો કૂવો ખોદી નાખ્યો.

આ વ્યક્તિ છે છોટા ઉદેપુર જિલ્લાનો કુશલ ભીલ, જેની સરખામણી બિહારના માઉન્ટીન મેન દશરથ માંઝી સાથે કરવામાં આવી રહી છે. સરકાર તરફથી કોઈ મદદ ન મળી હોવા છતાં, કુશલ ભીલે તેમના વિસ્તારમાં પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવાની જવાબદારી પોતાના હાથમાં લીધી અને એકલા હાથે 40 ફૂટ ઊંડો કૂવો ખોદ્યો.

કુશલ ભીલનો એકલો ખડકાળ જમીન ખોદીને કૂવો બનાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે એક વ્યક્તિ માટી ખોદીને કૂવો બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ વ્યક્તિ કુશલ ભીલ છે, જે પોતાના ઘરની સામે જ કૂવો ખોદી રહ્યો છે.

કદૌલી-મોહાલી ગામના રહેવાસી કુશલ કહે છે કે તે ચોમાસા સુધી આ રીતે ખોદવાનું ચાલુ રાખશે જેથી જ્યારે વરસાદ પડે ત્યારે તેનો કૂવો તાજા અને મીઠા પાણીથી ભરાઈ જાય અને પાણીની સમસ્યાનો અંત આવી શકે. છોટા ઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા ખૂબ જ મોટી છે. અહીં પાણીનું સ્તર ઘણું નીચે ગયું છે. જેના કારણે મોટાભાગના વિસ્તારોમાં લોકોને સરળતાથી પાણી મળતું નથી.

Niraj Patel