ગુજરાતીઓ સ્વેટર સાથે રેઈનકોટ કાઢીને રાખજો! અંબાલાલ પટેલની વાવાઝોડાંની મોટી આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાનમાં આવનારા પલટા, ઠંડી તથા કમોસમી વરસાદની સંભાવનાઓ અંગે આગાહી કરી છે. તેમણે નવેમ્બર મહિનામાં હવામાનમાં મોટા ફેરફારો વિશે જણાવ્યું છે.તેમની આગાહી મુજબ, ગુજરાતના લોકોને હવે ગરમીમાંથી રાહત મળશે. રાજ્યમાં ખાસ કરીને નવેમ્બરમાં મોસમમાં મોટો પલટો આવે તેવી શક્યતાઓ છે. જેમાં, બંગાળના ઉપસાગરમાં એક પછી એક ચક્રવાત અને ડિપ્રેશનના લીધે રાજ્યમાં ઠંડક સાથે માવઠા તથા અનિશ્ચિત હવામાનની પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, નવેમ્બર મહિનામાં ગુજરાતમાં હવામાનમાં ઉથલપાથલ થશે. આ ફેરફારના કારણે ગુજરાતમાં ઠંડક મહેસૂસ થાય તેવી શક્યતાઓ છે. 10થી 14 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન સર્જાવાની શક્યતા છે, જેનાથી માવઠાની શક્યતા પણ વધી જાય છે. આ હવામાન પરિવર્તનનું મુખ્ય કારણ 18થી 23 નવેમ્બરના સમયગાળા દરમિયાન બંગાળના ઉપસાગરમાં બનતા ચક્રવાતની આગાહી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આ ચક્રવાતના કારણે દક્ષિણી અને પૂર્વીય તટો પર ભારે વરસાદ વરસી શકે છે, જેના પ્રભાવથી ગુજરાતમાં પણ વાતાવરણ પલટી શકે છે.

હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર, આ સમય દરમિયાન અરબી સમુદ્ર પણ સક્રિય રહેશે. જો આ લો પ્રેશર અથવા ડિપ્રેશન ગુજરાત તરફ આગળ વધે, તો રાજ્યમાં માવઠાની શક્યતા ઊભી થાય. 19થી 22 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું આવશે. જેની સીધી જ અસર ગુજરાત પર પડી શકે છે. અંબાલાલ પટેલના મતે, મજબૂત પશ્ચિમી વિક્ષેપનો અભાવ હોવાથી હાલ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગરમીની હેલાશ ઉકેલાય નહીં, પરંતુ આ ડિપ્રેશનના કારણે લોકોને થોડી ઠંડકનો અનુભવ થઈ શકે છે.

નવેમ્બરના બીજા સપ્તાહથી રાજ્યમાં માવઠા અને ઠંડી વચ્ચેનો આ સંઘર્ષ ચાલુ રહેશે. દિવાળી સમયે સાક્ષી નક્ષત્રમાં પડતો વરસાદ ખેડૂતો અને માછીમારો માટે શુભ માનવામાં આવે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે આ વખતનો પલટો માછીમારો માટે ખાસ મહત્ત્વનો સાબિત થઈ શકે છે, કારણ કે વિજ્ઞાન અનુસાર આ વખતે વરસાદના ટીપાથી માછલીના પેટમાં મોતી થાય તેવો વિશ્વાસ છે.

Twinkle