ખબર

મોટો નિર્ણયઃ ચાર મહાનગરોમાં કર્ફ્યુ યથાવત રહેશે, જાણો નવો સમય

ગુજરાત સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં તારીખ 1 જાન્યુઆરી 2021થી રાત્રિ કરફ્યૂના અમલનો સમય રાત્રીના 10 PM થી સવારના 6 AM સુધીનો રહેશે. CM એ રાજ્યના આ ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યૂની આ સમયમર્યાદા તારીખ 14 જાન્યુઆરી સુધી અમલમાં રાખવાનો નિર્ણય કર્યો છે.

તમને જણાવી દઈએ કે મહાનગરમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસે 31 ડિસેમ્બર અને નવા વર્ષને લઇને કડક બંદોબસ્તની તૈયારી કરી નાખી છે. ખાસ કરીને 31 ડિસેમ્બરને લઈ અમદાવાદ પોલીસે એકશન પ્લાન તૈયાર છે. 31 ડિસેમ્બરે સાંજે 9 વાગ્યા બાદ બહાર ફરતા લોકોની ડૉક્ટરી તપાસ થશે. જો દારૂ ઢીંચ્યો હશે તો સીધા હોસ્પિટલમાં મોકલવામાં આવશે.

કર્ફ્યૂને લીધે હોટલથી લઈને ઘણા ધંધાને ઠોકર લાગી છે. દિવાળી પહેલા આ સ્થળોને છુટ્ટી આપવામાં આવી હતી, પરંતુ ફરી બંધ થતાં તેમને ખોટ જઇ રહી છે. ક્રિસ્મસ ફેસ્ટિવલના નવા વર્ષની ઉજવણી દરમિયાન આ તમામ વ્યવસાયો માટે પીક સીઝન રહે છે, પરંતુ એ બંધ રહ્યા હતા. હવે તેમને નુક્સાન વધુ સહન ન કરવું પડે એ માટે કર્ફ્યૂનો સમય 9ને બદલે 10 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યો છે. બાકી ગુજરાતના તમામ પતંગોત્સવ રદ કરવામાં આવ્યા છે. આ નાઈટ કર્ફ્યુ 14 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. તેમજ વિવિધ શહેર અને જિલ્લામાં યોજાતા પતંગોત્સવ તથા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાશે નહીં