ખબર

ગુજરાતમાં કોરોના ફરી એકવાર ફાટ્યો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા અધધ કેસ- જાણો

ગુજરાતમાં કોરોનાએ ફરી આતંક મચાવ્યો છે. કોરોનાને નિયંત્રણમાં રાખવા માટે લોકડાઉન પણ લગાવવામાં આવ્યુ હતુ અને જયારે રાજયમાં કોરોનાની સ્થિતિ જોતા તેમાં સુધારો આવતા ધીરે ધીરે અનલોક પણ લાગુ કરવામાં આવ્યુ હતુ. હાલ ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યા છે. લગભગ એક મહિના બાદ કોરોનાના કેસ 400થી વધુ નોંધાયા છે.

Image source

રાજ્યમાં ગુરૂવારે આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં નવા 424 કેસ નોંધાયા છે. જ્યારે એકનું મોત થયુ છે. રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા 23 ફેબ્રુઆરે 348 હતી. જો કે, હજુ રાજ્યના સાત એવા જિલ્લા છે જ્યાં એકપણ પોઝિટીવ કેસ નોંધાયો નથી.

Image source

કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામેલા દર્દીઓનો કુલ મૃત્યુઆંક 4408 પર પહોંચી ગયો છે. રાજ્યમાં હાલ કોરોનાના કુલ કેસનો આંક 2,68,571 છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની રસી પણ આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કુલ 819801 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું અને 1,12,338 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.