ખબર

ગુજરાતમાં કોરોના : ફરી વકર્યો કોરોના, છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા કોરોનાના અધધ કેસ, જાણો વિગત

ગુજરાતમાં ભયજનક સ્થિતિ, 900થી વધુ કેસ નોંધાતા ફફડાટ..જાણો સમગ્ર વિગત

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ઘણા દિવસ બાદ ગુજરાતમાં 954 કેસ નોંધાયા છે. જ્યારે 703 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. ગુજરાતમાં વધતુ જતુ કોરોના સંક્રમણ દિવસેને દિવસે ચિંતામાં વધારો કરી રહ્યુ છે. છેલ્લા 24 કલાકમાં 954 નવા કેસ નોંધાયા છે. 25 ડિસેમ્બર એટલે કે 81 દિવસ બાદ રાજ્યમાં પ્રથમવાર કોરોનાએ 900ની સપાટી વટાવી છે.

પ્રતિકાત્મક તસવીર

સુરત કોર્પોરેશનમાં 263, અમદાવાદ કોર્પોરેશનમાં 241, રાજકોટ કોર્પોરેશનમાં 80, વડોદરા કોર્પોરેશનમાં 92, સુરતમનાં 29, ભરૂચમાં 26, વડોદરામાં 17, ખેડામાં 15, આણંદ-જામનગર કોર્પોરેશન-મહેસાણામાં14-14, ભાવનગર કોર્પોરેશન-ગાંધીનગર કોર્પોરેશનમાં 12-12, કચ્છ-પંચમહાલમાં 10-10 કેસ નોંધાયા હતા.

પ્રતિકાત્મક તસવીર

હાલમાં 4,966 એક્ટિવ કેસ છે જ્યારે 58 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં હાલ કોરોનાના કુલ કેસ 2,80,051 છે જ્યારે કુલ મોત આંક 4,427 છે.

બીજી તરફ વેક્સિનેસન અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 22,15,092 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તો અત્યાર સુધીમાં 5,42,981 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.