ખબર

ગુજરાતમાં ઘણા દિવસો બાદ નોંધાયા 800થી વધુ કેસ, જાણો વધુ વિગત

સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર ફરી વધી રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસ વધવાની સાથે-સાથે એક્ટિવ કેસોની સંખ્યમાં પણ વધી રહી છે.

રાજ્યના મુખ્ય ચાર શહેરો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં રાત્રી કરફ્યુ લંબાવવામાં આવ્યો છે. ઉપરાંત રાજ્યમાં 1લી માર્ચથી કોરોના રસીકરણ અભિયાનનો બીજો તબક્કો પણ શરૂ થશે.

પ્રતિકાત્મક તસવીર

ચૂંટણી બાદ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેને ધ્યાને લઇ અમદાવાદમાં આઠ વિસ્તારોમાં રાત્રિ બજાર હોટલ રેસ્ટોરન્ટ વગેરેને 10 વાગ્યા સુધીની મંજૂરી આપવામાં આવી છે. તો બીજી તરફ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ દર્શકો વગર મેચ રમાડવાનો નિર્ણય લેવાયો છે.

તમને જણાવી દઇએ કે, 26 ડિસેમ્બર બાદ ફરી 890 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 890 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 594 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે સુરતમાં 1 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,425 થયો છે.

પ્રતિકાત્મક તસવીર

રાજયમાં રિક્વરી રેટ ઘટીને 96.72 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 23 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 4700ને પાર થયો છે અને હાલ 4717 એક્ટિવ કેસ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2 લાખ 79 હજાર 97ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,425 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 69 હજાર 955 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

પ્રતિકાત્મક તસવીર

નવા નોંધાયેલ કેસની વિગત જોઇએ તો, અમદાવાદમાં 174, સુરતમાં 149, વડોદરામાં 123, રાજકોટમમાં 69, કચ્છમાં 34, મહેસાણામાં 29, બનાસકાંઠામાં 20, પંચમહાલમાં 17, ખેડામાં 14, ભાવનગરમાં 18, ગાંધીનરમાં 23, જૂનાગઢમાં 19, સાબરકાંઠામાં 11, ભરૂચમાં 10, દાહોદમાં 10 કેસ નોંધાયા છે.

આણંદમાં 9, ગીરસોમનાથમાં 9, મોરબી અને પાટણમાં 8-8, મહીસાગરમાં 7, અમરેલીમાં 6, સુરેન્દ્રનગરમાં 6, ભાવનગરમાં 5,બોટાદમાં 4, નર્મદામાં 4, નર્મદામાં અને અરવલ્લીમાં 3-3, જામનગરમાં શહેરમાં 3, નવસારીમાં 3, છોટાઉદેપુરમાં 2, દેવભૂમિ દ્વારકામાં 2, પોરબંદરમાં 2, વલસાડમાં 2, ડાંગમાં 1, તાપીમાં 1 અને જામનગર જિલ્લામાં 0 કેસ મળી અને 810 કેસ નોંધાયા છે.