ખબર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 22ના મોત, 123ને રજા, કુલ પોઝિટિવ સંખ્યા અધધધધ

દેશમાં કોરોનાના કહેર વચ્ચે ખબર આવી છે કે દેશભરમાં લોકડાઉન 17 મે સુધી લંબાયું છે. એટલે કે હવે લોકડાઉન બીજા બે અઠવાડિયા વધી ગયું છે. જો કે ઝોન વાઇઝ પ્રતિબંધ રહેશે. જેમાં રેડ ઝોનમાં લોકડાઉનમાં કોઈ છૂટ નહિ આપવામાં આવે, જયારે ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં આંશિક રાહત મળશે. ગ્રીન ઝોનમાં કેટલીક છૂટછાટ આપવામાં આવશે.

Image Source

દેશભરમાં રેલ, એર, મેટ્રો સેવા બંધ રહેશે અને આંતરરાજ્ય ટ્રાન્સપોર્ટેશન નહિ થઇ શકે. સ્કૂલ, કોલેજ અને એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ પણ બંધ રહેશે. સાથે જ ધાર્મિક સ્થળો બંધ રહેશે. ઉપરાંત રાજકીય, ધાર્મિક, સામાજિક સભાઓ નહિ થઇ શકે.

ગ્રીન ઝોનમાં 50 ટકા બસો દોડશે, ગુજરાતમાં ગ્રીન ઝોનમાં પાનના ગલ્લા ખુલશે, તથા, અમરેલી, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ અને મોરબી જિલ્લાઓનો સમાવેશ ગ્રીન ઝોનમાં કરવામાં આવ્યો છે. દેશભરમાં કુલ 319 જિલ્લા ગ્રીન ઝોનમાં સામલે કરવામાં આવ્યા છે, કે જ્યાં કોરોનાના એક પણ કેસ નથી.

રાજ્યના આરોગ્ય સચિવ જયંતી રવિએ માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતમાં આજે કુલ 4721 કેસ થયા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા 326 કેસ નોંધાયા છે. જયારે અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાના 736 દર્દીઓ સ્વસ્થ થઇ જતા ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે અને 236 મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 22ના મોત થયા છે, 123ને રજા આપી દેવામાં આવી છે.

Image Source

ગુજરાતના અમદાવાદ અને સુરત રેડ ઝોનમાં છે, અમદાવાદમાં નવા 267 કેસની સાથે કુલ 3293 કેસ નોંધાયા છે જયારે 165 મોત નિપજ્યા છે અને 399 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. સુરતમાં નવા 26 કેસ સાથે કુલ 244 કેસ, 26 મોત અને 66 ડિસ્ચાર્જ થયા છે. તો વડોદરામાં નવા 19 કેસની સાથે કુલ 308 કેસ, 21 મોત અને 102 ડિસ્ચાર્જ થયા છે અને રાજકોટમાં 58 કેસ, 1 મોત નોંધાયા છે અને 18 ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

કોરોનાના હાહાકાર વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે કે મુંબઈ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને પબ્લિક પોલિસીએ આશા વ્યક્ત કરી છે કે ભારતમાં 21 મે સુધી કોરોનાની ઝડપ અટકી જશે. આની પહેલા સિંગાપુરમાં કરવામાં આવેલા એક રિસર્ચમાં પણ મે મહિનામાં કોરોના ભારતમાં 97% ગાયબ થઈ જશે તેમ જણાવવામાં આવ્યું હતું.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.