ખબર

ગુજરાતમાં પોઝિટિવના 256 કેસ સાથે આંકડો 3000 ને પાર, હજુ એક આના સિવાય ચિંતાજનક સમાચાર છે- જાણો વિગત

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે કાળો કહેર વર્તાવ્યો છે. ભારતમાં કુલ 24,942 પોઝિટિવ કેસ નોંધાયા છે તો ગુજરાતમાં પણ કોરોનાના કેસ રોજ વધી રહ્યા છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો 3061એ પહોંચ્યો છે.

Image Source

જેમાંથી માત્ર અમદાવાદ શહેરમાં જ 2003 દર્દીઓ નોંધાયા છે.. સુરતમાં કોરોનાના 496 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા શહેરમાં આંકડો 230 કેસ મળી આવ્યાં છે. રાજ્યમાં કુલ 282 લોકો રિકવર થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 133 લોકોએ જીવ ગુમાવ્યાં છે.

આજના નવા 256 કેસની વાત કરીએ તો, અમદાવાદમાં 182 કેસ, આણંદમાં 5, બનાસકાંઠામાં 11, ભાવનગરમાં 5, પાટણમાં 1, છોટા ઉદેપુરમાં 2, ગાંધીનગરમાં 4, મહીસાગરમાં 1, નવસારીમાં 1, પંચમહાલમાં 2, સુરતમાં 34, સુરેન્દ્રનગરમાં 1 અને વડોદરામાં 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો આજે ટોટલ 6 વ્યક્તિના નાં મૃત્યુ થયા છે. તો 17 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

હાલ કેટલા લોકો છે કોરોન્ટાઈન
ગુજરાતમાં હાલ 32119 લોકો હોમ કોરોન્ટાઈન કરાયા છે. જ્યારે 3565 લોકો સરકારી ફેસિલીટીમાં કોરોન્ટાઈન છે. 246 લોકો પ્રાઈવેટ ફેસિલીટીમાં કોરોન્ટાઈન છે. આમ કુલ કોરોન્ટાઈન લોકોની સંખ્યા 36,730 છે.

ચિંતાની વાત એ છે કે  તામિલનાડુ કરતા ગુજરાતમાં રિકવરીની સંખ્યા ખુબ ઓછી છે. ગુજરાતમાં કોરોના સંક્રમણની સ્થિતિ અન્ય રાજ્યોની સરખામણી સાથે સરખાવીએ તો પરીસ્થીથી ખૂબ ગંભીર બની છે. પોઝિટીવ કેસો સાથે મૃત્યુઆંક વધી રહ્યો છે જ્યારે રિકવરીના આંકડા ઘટતા જાય છે. ભારતમાં કેરાલા એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં રિકવરી 70.48 ટકા જોવા મળી છે જ્યારે ગુજરાતમાં રિકવરી 7.44 ટકા છે.