ખબર

ગુજરાતમાં કોરોને કર્યો ધડાકો: રાતોરાત કેસ અધધ નોંધાયા- અમદાવાદ 1000ને પાર વાંચો અહેવાલ

કોરોના વાઇરસનો અજગરી ભરડો સતત વધી રહ્યો છે. નવા વધી રહેલા કેસ તેનો પુરાવો છે. ગુજરાતમાં કોરોનાના વધુ ૨૨૮ નવા કેસ સામે આવ્યા છે અને 5 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 1604 દર્દીઓ નોંધાયા છે. તેમજ મૃત્યુઆંક 58એ પહોંચ્યો છે. જ્યારે 94 લોકો સાજા થયા છે. આજના કેસોમાં અમદાવાદ શહેરમાં 140 અને સુરતમાં 67 કેસો સામે આવ્યા છે. આ પહેલા શનિવારે ગુજરાતમાં 277 નવા કેસો સાથે કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો કુલ 1,376 પર પહોંચ્યો હતો.

Image Source

આરોગ્ય સચિવ જયંતી રવિએ કોરોનાના નવા કેસ અંગે ઇન્ફોરમેશન આપતા કહ્યું કે રાજ્યમાં નવા 228 કેસ નોંધાયા છે. જેમાંથી અમદાવાદના જ 140 કેસ નોંધાયા છે. Amcએ કરેલ એગ્રેસીવ સર્વેમાં બહાર આવ્યું કે, અમદાવાદના નવા 140 કેસમાં 15 કેસ કોરોનાના લક્ષણોવાળા છે.

Image Source

નોંધીનીય છે કે ચીનના વુહાનથી શરૂ થયેલ કોરોના વાયરસ ધીમે ધીમે આખી દુનિયામાં ફેલાઈ ગયો છે. ભારત અને ગુજરાતમાં પણ એ જ રીતે કોરોનાએ પગ પેસારો કર્યો અને ધીમે ધીમે સંખ્યા વધતી ગઈ. લોકડાઉનને કારણે લોકો દેશના ઘણા વિસ્તારોમાં ફસાયેલા છે. સ્ટેટ ગવર્નમેન્ટ તેમના માટે યોગ્ય વ્યવસ્થા કરી રહી છે જેથી કોરોનાના ચેપનું જોખમ ન સર્જાય.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.