ખબર

ગુજરાત રાજ્ય કોરોના અપડેટ: ગુજરાતમાં કોરોનાનો આંકડો 1032 થી વધુ થતા હાહાકાર…

કોરોનાના કારણે ગુજરાતમાં ખતરાની ઘંટી વાગી ગઈ છે. ગુજરાતમાં દરરોજ કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો થઇ રહ્યો છે. રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને પાટણને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. કાલના દિવસ દરમિયાન 163 કેસ સામે આવ્યા હતા.

Image source

રાજ્યમાં વધુ 92 કેસ નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1032 પર પહોંચી ગઈ છે. નવા નોંધાયેલા કેસમાં સૌથી વધુ કેસ અમદાવામાં 45, સુરતમાં 14, વડોદરામાં 9, ભરૂચમાં 8 કેસ નોંધાયા છે. આ સાથે જ 2 દર્દીના મોત નીપજ્યાં છે.

Image source

છેલ્લા 24 કલાકમાં 1608 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 150 પોઝિટિવ આવ્યા હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું.

Image Source

રાજકોટમાં પણ એક પોઝિટિવ કેસ સામે આવતા આંકડો 29 પર પહોંચી ગયો છે. મહિસાગર જિલ્લાના વીરપુરમાં સાઉદી અરબથી આવેલા એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મહિસાગર જિલ્લાનો આ પ્રથમ પોઝિટિવ કેસ હોવાથી તંત્રમાં દોડધામ મચી છે.

Image source

અમદાવાદ 545, વડોદર 137, સુરત 102, રાજકોટ 29, ભાવનગર 26, આણંદ 26, ગાંધીનગર 17, પાટણ 15, ભરૂચ 21, પંચમહાલ 08, બનાસકાંઠા 06, નર્મદા 11, છોટાઉદેપુર 06, કચ્છ 04, મહેસાણા 04, પોરબંદર 03, ગીર-સોમનાથ 02, દાહોદ 03, ખેડા 03, જામનગર 01, મોરબી 01, સાબરકાંઠા 01, સાબરકાંઠા 01, મહિસાગર 01, અરવલ્લી 01 કેસ છે.

Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.