ખબર

આજે ગુજરાતમાં કોરોનાના ઢગલા મોઢે કેસ નોંધાયા, આંકડો 4000 ને પાર- જાણો વિગત

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 308 ન્યુ કોવીડ ૧૯ ના કેસો નોંધાયા છે. ચોંકાવનારી વાત તો એ છે કે, અમદાવાદમાં આજે વધારે 234 નવા કેસો સામે આવ્યા છે. કોવીડ ૧૯ પોઝિટિવ દર્દીનો કુલ આંક 4082 થયો છે. આજે કોરોનાને કારણે કુલ 16 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે કુલ 197 લોકોનાં મોત નિપજ્યા છે. અને કુલ 527 દર્દીઓ સ્વસ્થ થયા છે.આજે એક જ દિવસમાં રાજ્યમાં 308 કોવીડ પોઝિટિવ કેસો નોંધાયા છે. અને તેમાં પણ અમદાવાદમાં કોરોના કેસોનો સૌથી વધુ છે. એકલાં અમદાવાદમાં જ કોરોનાનાં 234 કેસો નોંધાયા છે. જ્યારે વડોદરામાં 15 કેસો, સુરત 31, રાજકોટ 3, ભાવનગર 2, આણંદ 11. ગાંધીનગર 2, પંચમહાલ 4 કેસો નોંધાયા હતા. ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છેકે, લોકો વચ્ચેનો કોન્ટેક્ટ ઘટવો બહુ જરૂરી છે. ટૂ વ્હીલર પર એક જ વ્યક્તિએ જરૂર હોય તો બહાર નીકળવું જોઇએ. કારમાં બેથી વધુ લોકો સાથે બેસે તો કોવીડ થઇ શકે છે. જો ટૂ વ્હીલરમાં એકથી વધુ અને કારમાં બેથી વધુ લોકો હશે તો વાહન જપ્ત કરવામાં આવશે.

આજના સારા સમાચાર
રાજ્યમાં મોરબી,પોરબંદર, જામનગરમાં હવે એક પણ ઍક્ટિવ કેસ નથી. જેને લઇને આ 3 જિલ્લા કોરોના મુક્ત થયા છે. જ્યારે દેવભૂમી દ્વારકા, જૂનાગઢ અને અમરેલીમાં કોઇ કેસ નહીં. મહત્વનું છે કે ગઇકાલે કચ્છ જિલ્લો કોરોના મુક્ત થયો હતો.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.