ખબર

BREAKING : આજે ગુજરાતમાં કોરોનાના કેસમાં જોરદાર વધારો, કુલ કેસ આટલા નોંધાયા…જાણો

છેલ્લા થોડા સમયથી અમેરિકા અને બ્રિટનમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે એવામાં હવે ગુજરાતમાં પણ કોરોનાનો રાફડો ફાટ્યો છે. ઓમિક્રોનના ભય વચ્ચે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 394 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ દરમિયાન 1 દર્દીનું નિધન થયું છે. અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 178 કેસ નોંધાયા છે.

આપણા ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં નવા 394 રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 59 લોકો કોરોનાને માત આપી સાજા થયા છે. આ સાથે રાજ્યમાં આજ રોજ 2,20,086 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર 98.61 ટકાએ પહોંચ્યો છે.

અમદાવાદ સીટી 178, સુરત સીટી 52, રાજકોટ સીટી 35, વડોદરા સીટી 34, આણંદ 12, નવસારી 10, સુરત 9, ગાંધીનગર 7, જામનગર શહેર 7, ખેડા 7, વલસાડ 7, કચ્છ 5, અમદાવાદ 4, ભરુચ 3, ગાંધીનગર શહેર 3, દ્વારકા 2, જૂનાગઢ શહેર 2, મોરબી 2, મહિસાગર 2,, રાજકોટ 2, સાબરકાંઠા 2, અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, પોરબંદર, ભાવનગર શહેર, ગીરસોમનાથ, પંચમહાલ, તાપી અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે.