ખબર

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન, પ્રધાનમંત્રી મોદીએ આપી શ્રદ્ધાંજલિ

ગુજરાતના રાજકારણ માટે આજે ખુબ જ દુઃખનો દિવસ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી  અને ભારતના વિદેશ મંત્રી રહી ચૂકેલા માધવ સોલંકીનું 94 વર્ષની વયે નિધન થયું છે. માધવસિંહ સોલંકી કોંગ્રેસના અગ્રણી નેતાઓમાંથી એક હતા.

Image Source

30 જુલાઈ 1997ના રોજ જન્મેલા માધવ સિંહ સોલંકીના નામે 149 વિધાનસભા સીટો જીતવાનો રેકોર્ડ હતો, જેને આજસુધી નરેન્દ્ર મોદી પણ નથી તોડી શક્યા, ગુજરાતના લોકપ્રિય નેતાઓમાં માધવસિંહની પસંદગી થતી હતી.

Image Source

માધવસિંહ સોલંકીના નિધન ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે. તો આ ઉપરાંત કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ તેમને ટ્વીટર દ્વારા ટ્વીટ  કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

માધવસિંહ સોલંકી એ મધ્યાહન ભોજનની યોજના શરૂ કરાવી હતી.  માધવસિંહ  જ્યારે રશિયાના પ્રવાસે  ગયા હતા ત્યાં તેમને મધ્યાહન ભોજન યોજના વિશે જાણ થઇ હતી અને તેમને તાત્કાલિક ગુજરાતમાં આ યોજનાને  અમલી બનાવી. તેમને ગુજરાતના વિકાસમાં એક અમૂલ્ય ફાળો આપ્યો છે.