CM એટલે Common Man માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ કોમન મેન જેમ ટ્રાફિક નિયમો અનુસરે છે.મુખ્યમંત્રીની જ ગાડીનો વીમો નથી એવા સોશિયલ મીડિયામાં ફરતા મેસેજ માત્ર અફવા : નકલી ફોટો-લખાણ દ્વારા ગુજરાતની જનતાને ભરમાવવાનું કારસ્તાન
લોકોને ટ્રાફિક નિયમો અંગે અફવા ન ફેલાવવા કે કોઈપણ પ્રકારનાં ખરાઈ કર્યા વિનાના સંદેશા સત્ય ન માનવા અપીલ છે

ગુજરાતનાં CM વિજયભાઈ રૂપાણીની સરકારી કાર નં. GJ18G9085નો વીમો પૂરો થઈ ગયો છે તેમને પણ ટ્રાફિક રૂલ્સ ન પાળવા બદલ દંડ થવો જોઈએ. શું કાયદા ફક્ત સામાન્ય માણસ માટે જ છે?
ઉપર જણાવ્યા મુજબ એક મેસેજ ફોટોગ્રાફ્સ સાથે સોશિયલ મીડિયામાં કેટલાંક અસામાજિક તત્વો દ્વારા વાઈરલ કરવામાં આવ્યો છે જે તદ્દન ખોટો છે. સૌથી પહેલા તો ગુજરાતની ભોળી-ભલી પ્રજાને આવા અફવા ફેલાવનારા અને અરાજકતા ઉભી કરનારા સત્ય જાણવા વિના ખોટા ફોટો-મેસેજને સત્ય ન માની લેવા વિનંતી છે. હકીકત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગુજરાત સરકારની સ્કોર્પિયો ગાડી નં. GJ18G9085 ઉપયોગ કરે છે તે ગાડી ડિરેક્ટર જનરલ ઓફ પોલીસનાં નામે નોંધાયેલી છે અને તેનો વીમો 31 December 2019 સુધી માન્ય છે. તેની ફિટનેશ પણ 10 April 2029 સુધીની છે. સોશિયલ મીડિયામાં જે મેસેજ ફોટોગ્રાફ્સ સાથે વાઈરલ કરવામાં આવ્યા છે તે તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. તમે ખુદ ઓનલાઈન એપ્લીકેશન-વેબસાઈટ પર મુખ્યમંત્રીશ્રીની ગાડીનો નંબર નાખીને ચકાસી શકો છો કે તે ટ્રાફિકનાં સંપૂર્ણ નિયમોનું પાલન કરે છે. આજકાલનાં નહીં અગાઉથી જ વિજયભાઈ ટ્રાફિકનાં સંપૂર્ણ નિયમોનું પાલન કરતા આવ્યા છે અને તેના ચુસ્ત અમલમાં પણ માને છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ન્યુ ટ્રાફિક નિયમ જાહેર કરતા સમયે CM વિજયભાઈ રૂપાણીએ ભારપૂર્વક કહ્યું હતું કે, ટ્રાફિકનાં નવા નિયમો રાજનેતા કે VIP સહિત તમામ આમ ઔર ખાસ વ્યક્તિઓને લાગુ પડશે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં અકસ્માત ઘટે અને લોકોનો જીવ બચી જાય એ હેતુસર અમલમાં મૂકેલા કડક ટ્રાફિક નિયમોથી કેટલાંક લોકોનાં પેટમાં તેલ રેડાયું છે. કેટલાંક અસામાજિક તત્વો સહિત કોંગ્રેસ ટ્રાફિકનાં નવા નિયમોને લઈ ભોળી-ભલી પ્રજાને ભડકાવવાનાં ષડ્યંત્ર રચી રહ્યાં છે જે બદલ તેઓ સોશિયલ મીડિયામાં અફવા ફેલાવી અરાજકતા ફેલાવવા ઈચ્છે છે. તેથી ગુજરાતની પ્રજાને વિનંતી છે કે, આવી એક પણ પ્રકારની અફવા કે ખબરોની ચકાસણી વિના તેને સત્ય માનશો નહીં. નવા મોટર વ્હીકલ એક્ટ અંગે કેટલાંક વાહનચાલકોમાં થોડોઘણો રોષ છે એવો તાગ મેળવી ઓપોઝિશન અને વિકૃતો વ્યક્તિઓ નવા ટ્રાફિક નિયમો અંગે પ્રજાને ગેરમાર્ગે દોરી ભડકાવવાનું કામ કરી રહ્યાં છે.
बहुत-बहुत आभार @vijayrupanibjp जी। मेरा सौभाग्य है कि गुजरात के लोगों का मुझे शुरू से ही आशीर्वाद मिलता रहा है। https://t.co/wGnx3Ql2jz
— Narendra Modi (@narendramodi) September 17, 2019
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks