ખબર

રાજ્યમાં એક અઠવાડિયું ચાલશે ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાન, મુખ્યમંત્રીએ કરી જાહેરાત

હાલ ગુજરાતમાં લોકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. લોકડાઉન ચોથા તબક્કામાં રાજ્ય સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવશે. જેમાં આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાનની જાહેરાત કરી હતી.આ અભિયાન એક અઠવાડિયાનું રહેશે.

‘હું પણ કોરોના વોરિયર’ અભિયાન આવતીકાલ 21 મી મે થી 27 મી મે સુધી ચાલશે. આગામી અઠવાડિયા સુધી દિગ્ગ્જ નેતાઓ અભિયાન ચલાવશે.

22મે રોજ દાદા,દાદી અથવા નાના-નાની સાથે સેલ્ફી લઈને હેશટેગ હું પણ કોરોના વોરિયરથી શેર કરો. આ સાથે જ કહ્યું હતું કે, આ ત્રણ નિયમને હંમેશા અનુસરો. મીડિયામાં વિડીયો બનાવીને શેર કરો.

  • પરિવારના વડીલો અને બાળકઓને ઘરમાં જ રાખવાની ફરજ પાડીએ.
  • કામ વગર બાહર ના  નીકળીએ અને માસ્ક પહેરીએ.
  • 2 ગજની દુરી રાખીએ.

આ સાથે જ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 360 ટ્રેન મજૂરોને પહોંચાડ્યા. કોરોના જેવી મહામારી સામે લડવા માટે વર્ષે 2 ટકાના વ્યાજે 1 લાખની લોન આપશે. જેની કાર્યવાહી આવતી કાલથી શરૂ થશે. કોરોનાથી બહાર નીકળવા માટે ગુજરાતના 5 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા. મજૂરોને 2 મહિના સુધી મફતમાં રાશન આપ્યું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.